ટોપ ન્યૂઝવર્લ્ડ

ઇઝરાયલમાં ફરી રાજકીય સંકટ, નફ્તાલી સરકારે ગઠબંધન તોડવાની જાહેરાત કરી, સાડા ત્રણ વર્ષમાં પાંચમી વખત ચૂંટણી યોજાશે

Text To Speech

ઇઝરાયલમાં ફરી રાજકીટ સંકટ જોવા મળી રહ્યું છે. બેન્જામિન નેતન્યાહૂને વડાપ્રધાનની ખુરશી પરથી હટાવી ગઠબંધન સરકાર ચલાવી રહેલા નફ્તાલી બેનેટની સરકારની વિદાય નક્કી થઈ ગઈ છે. 3.5 વર્ષની અંદર ઇઝરાયલમાં પાંચમી વખત ચૂંટણી થવાની સંભાવના છે. ત્યાં સુધી કેટલાક દિવસના વિદેશ મંત્રી યાયિર લાપિદ PMની ખુરશી સંભાળશે.

ગઠબંધન તોડવાની કરી જાહેરાત
સોમવારે ઇઝરાયલના વર્તમાન PM નફ્તાલી બેનેટ અને વિદેશ મંત્રી યાયિર લાપિદે એક સંયુક્ત નિવેદન જાહેર કર્યુ છે. બંનેએ પોતાની પાર્ટીઓ વચ્ચે ગઠબંધન તોડવાની વાત કરી છે. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું કે બેનેટ અને લાપિદ નેસેટ (ઇઝરાયલી સંસદ) ભંગ કરવા માટે એક બિલ લઈને આવશે. ત્યારબાદ ઓક્ટોબરમાં ચૂંટણી થઈ શકે છે.

લાપિદ કાર્યવાહક PM બનશે
ગઠબંધન દરમિયાન થયેલી સમજુતી પ્રમાણે ચૂંટણી બાદ નવી સરકાર આવવા સુધી લાપિદ કાર્યવાહક PM બની રહેશે. મહત્વનું છે કે આગામી મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન ઇઝરાયલની યાત્રા પર આવવાના છે. તેવામાં હવે બાઇડેનનું અભિવાદન બેનેટ નહીં પરંતુ લાપિદ કરશે.

Back to top button