ગુજરાતમાં ક્રાઈમ રેટ વધવા છતાં પોલીસની ઢીલી નીતિ જવાબદાર
- પાસા કરવામાં અન્ય શહેરો કરતાં અમદાવાદ પોલીસ નિષ્ક્રિય
- અમદાવાદ અને ગાંધીનગર રેન્જમાં પણ પાસાના કેસોમાં ઘટાડો
- પોલીસ પાસાની કાર્યવાહીમાં કાચબા ગતિએ ચાલી રહ્યાનું વલણ
ગુજરાતમાં ક્રાઈમ રેટ વધવા છતાં પોલીસની ઢીલી નીતિ જવાબદાર છે. જેમાં પાસા કરવામાં અન્ય શહેરો કરતાં અમદાવાદ પોલીસ નિષ્ક્રિય છે. અમદાવાદ અને ગાંધીનગર રેન્જમાં પણ પાસાના કેસોમાં ઘટાડો થયો છે. ચાલુ વર્ષ સપ્ટેમ્બર,2023માં 2821 લોકોને પાસા હેઠળ જેલ હવાલે કર્યા છે.
આ પણ વાંચો: ગુજરાતના જાણીતાં IPSનું ફરી એક વખત ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું
પોલીસ પાસાની કાર્યવાહીમાં કાચબા ગતિએ ચાલી રહ્યાનું વલણ
પાસા હેઠળ કાર્યવાહી કરવાના મામલે રાજ્ય પોલીસની કામગીરી ઘટી રહ્યાનું આંકડાઓ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બીજી તરફ અન્ય શહેરોની સરખામણીમાં ક્રાઈમ રેટ વધી રહ્યો હોવા છતાં પણ અમદાવાદ પોલીસ પાસાની કાર્યવાહીમાં કાચબા ગતિએ ચાલી રહ્યાનું વલણ જોવા મળ્યું છે. શહેરમાં ક્રાઈમ રેટ વધ્યો હોવા છતાં પણ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે શહેર પોલીસે 39 ટકા પાસાના કેસો ઓછા કર્યાનો રિપોર્ટ આવ્યો છે. અમદાવાદ શહેર ઉપરાંત અમદાવાદ રેન્જ અને ગાંધીનગર રેન્જમાં પણ પાસાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. ક્રાઈમ રેટ વધવા પાછળ પોલીસે પાસાની કાર્યવાહી કરવામાં અપનાવેલી ઢીલી નિતી જવાબદાર હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.
આ પણ વાંચો: પંચમહાલમાં બે ખાનગી બસો વચ્ચે ભયંકર અકસ્માતમાં 4 લોકોના મોત
સમગ્ર રાજ્યમાં ગત વર્ષે સપ્ટેમ્બર, 2022 સુધીમાં 2732 લોકોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા
સમગ્ર રાજ્યમાં ગત વર્ષે સપ્ટેમ્બર, 2022 સુધીમાં 2732 લોકોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ચાલુ વર્ષ સપ્ટેમ્બર,2023માં 2821 લોકોને પાસા હેઠળ જેલ હવાલે કર્યા હતા. આમ, ગત વર્ષની સરખામણીમાં આ રેશીયો 3 ટકા વધ્યો છે. બીજી તરફ અમદાવાદ શહેર, અમદાવાદ અને ગાંધીનગર રેન્જમાં પાસાના કેસો ગત વર્ષની સરખામણીએ ઘટ્યા હતા. અમદાવાદ શહેર પોલીસે 2022માં સપ્ટેમ્બર માસ સુધી 877 લોકોને પાસા હેઠળ જેલ હવાલે કર્યા હતા જેની સામે ચાલુ વર્ષે નવ માસના સમયગાળામાં માત્ર 535 લોકો સામે પાસાની કાર્યવાહી થઈ આમ આ કેસોમાં 342નો ઘટાડો જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં ક્રાઈમ રેટ વધી રહ્યો હોવા છતાં પણ પોલીસ પાસાના કેસો કરવામાં કેમ ઢીલી નિતી અપનાવી રહી છે, તે મોટો સવાલ છે.