ગુજરાતટોપ ન્યૂઝ

પોલીસ હવે વ્યાજખોરોના ભરડામાં ફસાયેલા લોકોને બચાવશે, હર્ષ સંઘવીએ આપ્યો મહત્ત્વનો આદેશ

ગુજરાતમાં પોલીસના બે અભિયાન પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે સરકારના પ્રથમ 100 દિવસની કામગીરીમાં
વ્યાજખોરમાંથી મુક્તિ મિશન સ્વરૂપે આગળ વધાર્યું તથા આવતી કાલથી ઉચ્ચ પોલીસ અધિકારી લોકદરબાર યોજી લોકો સુધી પહોંચશે. જેમાં વ્યાજખોરના ચુંગાલમાં ફલાયેલા લોકો સુધી પોલીસ સામે ચાલીને ફરિયાદ નોંધવા જશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સૂચના અપાઇ

ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયું વ્યાજખોર વિરુદ્ધ મુહિમ ચાલશે. જેમાં ગુજરાત પોલીસની બેઠકમાં સૂચન કરાયું છે. તેમજ વ્યાજખોર વિરુદ્ધ પોલીસ જાતે જઈ નાગરિકોની ફરિયાદ લઈ મદદ કરે છે. ગુજરાત પોલીસની ખાસ મુહિમ આવતીકાલથી શરૂ થવા જઇ રહી છે. જેમાં પોલીસ પ્રજા વચ્ચે જશે. તથા લોકદરબારમાં જાહેરમાં ફરિયાદ લેવામાં આવશે. ઉચ્ચ અધિકારીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સૂચના અપાઇ છે.

સીનીયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જશે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આજે જન્મ દિવસ નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. આ દરમિયાન અલથાણ ખાતેના કાર્યક્રમમાં તેમણે પોલીસની બે મુહીમ પર મહત્વના નિવેદન આપ્યા હતા.સુરત પોલીસ દ્વારા ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવી હતી અને હવે આ મોડલ ગુજરાતમાં લાગુ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત ભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ મુહિમ શરુ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવતી કાલથી તમામ સીનીયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જશે, લોકદરબારનું આયોજન કરશે અને તેમાં લોકોની સમસ્યા સાંભળી હલ કરશે.

સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી

સુરત પોલીસ કમિશ્નર દ્વારા છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોના ત્રાસની ફરિયાદો મળતા તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી અને આવા વ્યાજખોરો સામે સામૂહિક પગલા ભરવા સાથેની મુહીમ ઉપાડી હતી. સુરત પોલીસ કમિશનરના ધ્યાને આવ્યું હતું કે કેટલાક વ્યાજખોરો ગરીબ અને મજબુર લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉપાડી ગેરકાયદેસર રીતે ઉચા વ્યાજદરે વ્યાજ વટાવનો ધંધો કરે છે અને લોકોને પરેશાન કરે છે. કેટલાક કિસ્સાઓમાં લોકો આવા વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાત કરવા સુધીનું પગલું ભરી લે છે આવી અનેક ફરિયાદો બાદ સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી હતી અને પોલીસની આ કામગીરીની પ્રસંશા થઇ હતી અને સુરત પોલીસનું આ મોડલ હવે ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી છે.

ગરીબ જનતાને વ્યાજમાંથી છોડાવવા માટેની ચર્ચાઓ કરવામાં આવી

સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસ સામે મુહીમ શરૂ કરવામાં આવી છે .ત્યારે આ અંગે સુરતમાં આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વ્યાજ કોરોના વધતા ત્રાસ સામે એક અઠવાડિયા પહેલા ઉચ્ચ પોલીસ વિભાગના અધિકારી સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વ્યાજ વસૂલતા વ્યાજખોરોના ત્રાસ સામે ગુજરાતની ગરીબ જનતાને છોડાવવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. અને આવા વ્યાજખોરો સામે કાયદેસરી કાર્યવાહી કરવા અંગેની વાત કરવામાં આવી હતી.

Back to top button