અમદાવાદગુજરાત

અમદાવાદમાં બુટલેગરે રિક્ષામાં સંતાડેલો દારૂનો જથ્થો જોઈને પોલીસ પણ ચોંકી ગઈ

Text To Speech

અમદાવાદ, 18 જાન્યુઆરી 2024, શહેરમાં દારૂબંધીની રેલમછેલ જોવા મળી રહી છે. વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. ત્યારે શહેરના ચાંદખેડા અને નરોડામાંથી PCBએ 1.70 લાખના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે આરોપીઓની અટકાયત કરી છે. આરોપીઓએ દારૂ સંતાડવા માટે રિક્ષા અને ગાડીમાં ગજબની ટેકનિક અપનાવી હતી. જેને જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

ટાટા નેક્સન કારમાંથી વિદેશી દારૂની બોટલો જપ્ત કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ પોલીસ કમિશ્નરની સૂચના હેઠળ પીસીબીની ટીમ દારૂના કેસ પકડવા માટે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીને આધારે ચાંદખેડા સારથી બીઆરટીએસ બસ સ્ટોપ પાસે રોડ પરથી ગ્રે કલરની ટાટા નેક્સન કારમાં વિદેશી દારૂની બોટલો તેમજ ટીન ભરીને લઈ જતાં કાર્તિક જાદવની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી 1.48 લાખની કિંમતની વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીન કુલ 1138 બોટલ કબજે કરી હતી. આ ગુનામાં ફરાર થયેલા નીલેશ ઠાકોરને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

રિક્ષામાં સંતાડેલો જથ્થો જોઈને પોલીસ પણ ચોંકી
જ્યારે બીજા કેસમાં પીસીબીએ બાતમીને આધારે નરોડા એસપી રીંગરોડ ટોલ ટેક્સ પાસેથી સીએનજી ઓટો રિક્ષાની ડેકી, ડ્રાઈવર સીટ, અને સ્પીકરમાં સંતાડેલ વિદેશી દારૂ અને બિયરની 83 બોટલો જેની કુલ કિંમત 22 હજાર રૂપિયા થાય છે તે કબજે કરી હતી. આરોપી સંજય ચૌહાણની ધરપકડ કરીને તેની રિક્ષાને પણ કબજે કરી હતી. આરોપી દાંતિવાડાથી દારૂનો જથ્થો લાવીને અમદાવાદમાં વેચાણ કરતો હતો. આ કેસમાં રાજસ્થાનના મહેન્દ્ર મેઘવાલની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની અટકાયત કરવા ચક્રો ગતિમાન કરાયા છે.

આ પણ વાંચોઃબનાસકાંઠા : છ ગુનામાં સંડોવાયેલા આરોપીને ચાર જિલ્લામાંથી બે વર્ષ માટે તડીપાર કરાયો

Back to top button