સુરતમાં 6 લોકોને ઉડાવી નાખનાર આરોપી સાજન પટેલનું પોલીસે કાઢ્યું સરઘસ
ગઈ કાલે રાત્રે સુરતવાસીઓને અમદાવાદના એસજી હાઈવેની યાદ અપાવે તેવી ઘટના સામે આવી હતા. જેમાં તથ્ય પટેલની જેમ સુરતના કાપોદ્રા વિસ્તારમાં નબીરા સાજન ઉર્ફે સન્ની પટેલ નામના ઇસમે કથિત રીતે દારૂ પી બેફામ ડ્રાઇવિંગ કર્યું હતું. સાજન ઉર્ફે સન્ની પટેલે BRTS રૂટમાં યુવકોને અડફેટે લીધા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે આ ઘટના બાદ સુરત પોલીસે આરોપીને ઝડપી પાડી પાઠ ભણાવ્યો હતો.
ગઈ કાલે દારૂના નશામાં કાર ચાલકે સર્જો હતો અક્સમાત
પ્રાપ્ત વિગતો મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રાત્રે સ્વીફટ કાર ચાલકે છ બાઈક સવારને ઉડાવી દિધા હોવાની ઘટના સામે આવી હતી. જેમાં સાજન પટેલ નામના કાર ચાલકે બીઆરટીએસ રૂટમાં બેફામ ડ્રાઇવિંગ કરી અનેકને ટક્કર મારી ઉડાવ્યા હતા. આ અકસ્માત સર્જનાર સાજન પટેલ યુવાનને લોકોએ મેથીપાક પણ આપ્યો હતો. જ્યારે આ કારચાલક સાજન પટેલને પકડ્યો ત્યારે દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું.
સુરત પોલીસે રોડ પર નશાની હાલતમાં પાંચ લોકોને અડફેટે લેનાર આરોપીને ઝડપી પાડ્યો @GujaratPolice #Surat #Suratpolice #Suratnews #HarshSanghavi #accident #Police #gujaratpolice #caught #news #newsupdate #gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/qqOlhUq0rg
— Hum Dekhenge News (@humdekhengenews) July 31, 2023
આ પણ વાંચો : આનંદો! ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો , 130 મીટરને પાર પહોંચી જળસપાટી
અકસ્માત બાદ પોલીસે કારચાલકની કરાવી પરેડ
આ અકસ્માતની જાણ થતાં કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. તેમજ કાર ચાલકને પણ ઈજા પહોંચતા તેને પણ સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અને સારવાર બાદ પોલીસે સાજન પટેલની ધરપકડ કરી હતી. અને સુરત પોલીસે આરોપી રોડ પર પરેડ કરાવી હતી. અને આરોપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળે લઈ જવામા આવ્યો હતો.
અક્સમાત બાદ નબીરા સાજન પટેલનું નિવેદન આવ્યું સામે
આ તરફ અકસ્માત બાદ નબીરા સાજન પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં તેણે કહ્યું કે, ‘હું અને સામે વાળા બંને 40-50ની સ્પીડમાં હતા, ‘એ લોકો અચાનક જ સામે આવી ગયા. ઘટના બાદ પબ્લિક મને માર મારતી હતી જેથી મે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો’.
આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકામાં એક જ સમુદાયના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, 7ને ગંભીર ઈજા