ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં બિનવારસી વાહનો માટે પોલીસે લીધો મોટો નિર્ણય

Text To Speech

પોલીસને જાણ કરવાથી બિનવારસી વાહનો પોલીસ ટોઇંગ કરીને જપ્ત કરશે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગના કોમર્શીયલ વિસ્તારોમાં બિનવારસી વાહનો મોટા પ્રમાણમાં છે. જેથી હવે આ બિનવારસી વાહનો જમા લેવા માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

 

પ્રાથમિક સર્વેમાં પણ અનેક વિગતો સામે આવી

શહેરના વિસ્તારમાં કોઇ બિનવારસી વાહનો પડયા હોય તો તેની વિગતો ટ્વીટર, ઇન્ટાગ્રામમાં ફોટો અને લોકેશન સાથે તેમજ નજીકના ટ્રાફિક પોલીસ સ્ટેશન પર આપવા માટે જણાવવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારો તેમજ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના અનેક સ્થળોએ બિનવારસી પડયા હોવાની ફરિયાદ અનેકવાર અમદાવાદ ટ્રાફિક પોલીસને મળતી અને આ અંગે કરવામાં આવેલા પ્રાથમિક સર્વેમાં પણ અનેક વિગતો સામે આવી હતી. જેના આધારે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર, સિંગતેલમાં ધરખમ વધારો

બિનવારસી વાહનો અંગે સ્થાનિક વિસ્તારમાં રહેતા લોકોને વધારે માહિતી

જે અંગે માહિતી આપતા ડીસીપી ટ્રાફિક સફીન હસને જણાવ્યું કે બિનવારસી વાહનો અંગે સ્થાનિક વિસ્તારમાં રહેતા લોકોને વધારે માહિતી હોય છે. જેથી કોઇના વિસ્તારમાં બિનવારસી વાહન પડયું હોય તો વાહનનો ફોટો અને લોકેશન અમદાવાદ ટ્રાફિક પોલીસના ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર પર, કે પછી નજીકના ટ્રાફિક પોલીસ સ્ટેશન પર જાણ કરવી જેથી પોલીસ બિનવારસી વાહન જપ્ત કરવાની કાર્યવાહી કરશે. સાથેસાથે આ ઝુંબેશ દરમિયાન ગુનામાં વપરાયેલા વાહનો પણ મળી આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Back to top button