અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

રથયાત્રાને લઈને પોલીસ તંત્ર એલર્ટ : ભગવાન જગન્નાથની રથ યાત્રામાં પ્રથમ વાર એન્ટી ડ્રોન ગનનો થશે ઉપયોગ

અમદાવાદીઓ જેની આતૂરતાથી રાહ જોઈ રહયા હોય છે તેવી ભગવાન જગન્નાથની 146 રથયાત્રા આવતી કાલે નિકળશે. આ રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રાને લઈને તંત્ર પણ સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે. ત્યારે રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા પણ સુરક્ષાને લઈને ખાસ તૈયારીઓ કરવામા આવી છે. આ વખતે પોલીસ દ્વારા રથયાત્રામાં પ્રથમ વખત એન્ટી ડ્રોન ગનનો ઉપયોગ થવા જઈ રહ્યો છે.

રથયાત્રામાં પહેલીવાર એન્ટી ડ્રોન ગનનો ઉપયોગ થશે

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રામાં પોલીસ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ બન્યું છે.રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ આ વર્ષે પહેલીવાર એરફેર્સ અને BSF જેવી સુરક્ષા એજન્સીઓ જે ટેકનોલોજી વાપરે છે તે એન્ટી ડ્રોન ગનનો ઉપયોગ કરવામા આવશે. આ ટેકનોલોજી રથયાત્રા દરમિયાન શંકાસ્પદ અથવા મંજુરી વગર ઉડતા ડ્રોનને તત્કાલ નિષ્ક્રિય બનાવી દેશે. તેની ખાસ વાત એ છે કે અમદાવાદની જ કંપનીએ આ ભારત સરકારના ‘આત્મનિર્ભર ભારત’ મિશન અંતર્ગત સ્વદેશી ટેકનોલોજી વિકસાવી છે.

એન્ટી ડ્રોન ગન-humdekhengenews

રથયાત્રામાં આ રીતે થશે ઉપયોગ

જગન્નાથજીની રથયાત્રા દરમિયાન સરકારી અને ખાનગી બંને ડ્રોન ઉડતા હશે. જો કોઈ ખાનગી ટ્રોન ઉડાડવા માંગે છે તો તેને અગાઉથી પોલીસની મંજૂરી લેવી પડતી હોય છે. જેનો રેકોર્ડ પોલીસ પાસે રહેતો હોય છે. જેથી રથયાત્રા દરમિયાન કોઈ શંકાસ્પદ કે મંજુરી વગરના ડ્રોન ઉડતા હશે પોલીસને તેની જાણ થઈ જશે ગન ઓપરેટરને તેનું લોકેશન આપી તેને નિષ્ક્રિય બનાવશે. આ એન્ટી ડ્રોન ગનની ખાસિયત એ છે કે તે માત્ર 30 સેકન્ડની અંદર જ ભયજનક જણાતા ડ્રોનને અટકાવી શકે છે તેમજ તેની રેંજ પણ ઘણી લાંબી હોવાથી તેને દુરથી પણ ઓપરેટ કરી શકાય છે.

જાણો ગનની શું છે ખાસિયત

આ ગનને ડેવલપ કરનાર કંપનીના ડીરેક્ટર હિમાંશુ દવેના જણાવ્યા મુજબ આ એન્ટી ડ્રોન ગનનો ઉપયોગ હાલ બોર્ડર સિક્યોરીટી ફેર્સ અને એરફેર્સ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ એન્ટી ડ્રોન ગન શંકાશ્પદ દેખાતા અથવા મંજુરી વગર ઉડી રહેલા ડ્રોનને તેના રીમોટ કંટ્રોલીંગ ડીવાઈસથી નિષ્ક્રિય બનાવી દે છે. જેથી ડ્રોન આપમેળે નીચે ઉતરી આવે છે. અને આમ સુરક્ષા કર્મીઓ શંકાસ્પદ ડ્રોન પર કબજો મેળવી શકે છે. આ ગન 2-5 કિલોમીટરની રેન્જમાં કામ કરે છે.

 આ પણ વાંચો : વંદે ભારત એક્સપ્રેસ પર ફરી પથ્થરમારો, મેરઠ-મુઝફ્ફરનગર રેલવે ટ્રેક પર હુમલો, બારીના કાચને નુકસાન

Back to top button