રાજસ્થાનથી અમદાવાદ આવતી લકઝરી બસમાંથી લાખો રૂપિયાની કિંમતનું હેરોઈન ઝડપાયું
પાટણઃ (Siddhpur)ગુજરાતમાં નશીલા દ્રવ્યોનું વેચાણ અને હેરાફેરીના કિસ્સા સામે આવી રહ્યાં છે. (patan)માદક દ્રવ્યોના વેચાણને ડામવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે અને સતત પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવાયું છે. (Drugs)તે છતાંય રાજ્યમાં ડ્રગ્સ અને હેરોઈનનું વેચાણ અટકાવી શકાયું નથી. (police)પોલીસે પાટણના સિદ્ધપુરમાં લક્ઝરી બસમાંથી આઠ લાખ રૂપિયાનું બિનવારસી હેરોઈન જપ્ત કર્યું છે. પોલીસે 160.640 ગ્રામ હેરોઈનનો જથ્થો જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લકઝરી બસમાં રહેલું આઠ લાખનું હેરોઈન જપ્ત કર્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે સિદ્ધપુરમાંથી પોલીસે લકઝરી બસમાં રહેલું આઠ લાખનું હેરોઈન જપ્ત કર્યું છે. રાજસ્થાનથી અમદાવાદ આવતી બસમાંથી આ હેરોઈન ઝડપાયું છે. પોલીસની ટીમ તહેવારોને લઈ ચેકિંગમાં હતી. આ દરમિયાન ધારેવાડા પાસે રાજસ્થાનથી અમદાવાદ આવી રહેલી લક્ઝરી બસની જડતી લીધી હતી. જ્યાં ચેકિંગ દરમિયાન લક્ઝરી બસમાંથી રૂપિયા 8 લાખનું બિનવારસી હેરોઈન મળી આવ્યું છે. જેને લઈ પોલીસે હેરોઈન સહિત કુલ રૂપિયા 28.03 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પાટણમાંથી 9 મહિનામાં ત્રીજી વખત ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.