સુરતમાં દરિયા માર્ગે ચરસની હેરાફેરીનો મામલો, સુંવાલી બીચ પર મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું
- સુરતના સુંવાલી દરિયા કિનારે 40થી વધુ પોલીસકર્મી દ્વારા સર્ચ ઓપરેશન
- સુરતમાં દરિયાકિનારે ચરસનો જથ્થો મળી આવતા તપાસનો ધમધમાટ શરુ
- બીચના 4 કિમી વિસ્તારના ઝાડી-ઝાંખરામાં જઈ તપાસ કરાઇ
સુરત શહેરના દરિયા કિનારેથી ત્યજી દેવાયેલા લગભગ 4 કરોડ રૂપિયાની કિંમતનો અફઘાની ચરસ પ્રથમ વખત પોલીસને મળી આવ્યો હતો.માછીમારોએ આ ચરસ અંગે સુરત પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ચરસ કબજે કર્યું હતું અને એફએસએલ દ્વારા તેનું પરીક્ષણ કરાવ્યું હતું.જેમાં તે અફઘાની ચરસ હોવાની પુષ્ટિ થઈ હતી. આ ચરસ સુરતના દરિયા કિનારે કેવી રીતે પહોંચ્યું તેની તપાસ માટે સુરત પોલીસે એટીએસ અને કેન્દ્રીય એજન્સીઓની પણ મદદ લીધી હતી. જ્યાં બીજી તરફ સુરત પોલીસે 4 કરોડથી વધુનો ચરસનો જથ્થો જપ્ત કરીને આ અંગે એટીએસને જાણ કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.ત્યારે સુરતમાં એસઓજી પોલીસની ટીમે સુંવાલી બીચ પર મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.પોલીસની 40થી વધુ પોલીસકર્મીની ટીમ દ્વારા બીચના ઝાડી ઝાંખરામાં જઈ ફરી એક વખત જીનવતભરી તપાસ કરવામાં આવી હતી.
દરિયા કિનારે પોલીસનું સર્ચ ઓપરેશન
સુરત શહેરમાં દરિયા માર્ગે ચરસની હેરાફેરીનો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.રવિવારના રોજ સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમને માછીમારો પાસેથી બાતમી મળી હતી કે હજીરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અરબી સમુદ્રના સુવાલી બીચ પર એક બારદાનનો કોથળો લાવારિસ હાલત મા પડ્યો છે. માછીમારો પાસેથી મળેલી બાતમીના આધારે સુરત પોલીસની SOG ટીમ અને પીસીબીની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ત્યજી દેવાયેલી હાલતમાં પડેલી બોરીને ખોલતાં તેમાંથી અફઘાન પ્રોડક્ટ લખેલી ચરસ ના 9 પેકેટ મળી આવ્યા હતા. દરેક પેકેટ પર ચરસનું વજન 1 કિલો 10 ગ્રામ લખેલું હતું. આ ડ્રગ્સ ના પેકેટ બિનવારિસી હાલતમાં મળી આવતા પોલીસે તપાસ માટે સેમ્પલ સુરતની એફએસએલમાં મોકલી આપ્યા હતા. જેનો રિપોર્ટ આવતા તે અફઘાની ચરસ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ઝડપેલા અફઘાની ચરસનું વજન 9 કિલો 590 ગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 4 કરોડ 79 લાખ 50 હજાર છે.
આ પણ વાંચો : ઈસ્કોન બ્રીજ અકસ્માતવાળી થતા ટળી : ફુલ સ્પીડમાં કાર દિવાલમાં અથડાઈ,ચાલકનું મોત,અન્ય એક ઈજાગ્રસ્ત
પોલીસે મેરિટાઈમ પાસે જહાજની વિગતો મંગાવી
સૌપ્રથમ વખત સુરતમાં દરિયાકિનારે ચરસનો જથ્થો મળી આવતા સુરત એસઓજી પોલીસની ટીમે સુંવાલી બીચ પર તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવી સુંવાલી બીચ ખાતે આવેલી તમામ ઝાંડા-ઝાંખરી વાળી જગ્યામાં તપાસ હાથ ધરી હતી. 40થી વધુ કર્મચારીઓનો કાફલો સુંવાલી બીચ પર પહોચ્યો હતો. અંદાજીત 4 કિલોમીટર સુધી બીચના ખૂણે ખૂણે તેમજ ત્યાં આવેલી ઝાંડી-ઝાંખરામાં તપાસ હાથ ધરી હતી.સાથે જ આ માટે પોલીસે મેરી ટાઈમ બોર્ડ પાસેથી છેલ્લા એક મહિનામાં વિદેશથી કેટલા જહાજો આવ્યા હતા તેની વિગતો મંગાવી છે. છેલ્લા એક મહિનામાં દરિયા માર્ગે કેટલા પેસેન્જર આવ્યા તેની વિગતો મરીન પોલીસ પાસેથી માંગી છે. વિદેશથી આવતા જહાજમાં કોઈ વિદેશી નાગરિક દ્વારા ચોરસને ચોખાની ગુણીની આડમાં લાવ્યા હોવાની પણ આશંકા એસઓજી પોલીસ જેવી રહી છે. ઉપરાંત પાકિસ્તાન થઈને આ કિંમતી અફઘાની ચરસ સુવાલી દરિયે પહોંચ્યો હોવાની શંકા વ્યક્ત કરાઈ છે.
આ પણ વાંચો : સુરતમાં યુવક નોકરી પૂરી કરી જતા સમયે કાળનો કોળિયો બન્યો, ટ્રકચાલક યુવકને કચડી થયો ફરાર