જાહેર રસ્તા પર વીડિયો બનાવનાર સામે પોલીસની લાલ આંખ
- ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારને પોલીસે કાયદાનું કરાવ્યું ભાન.
- જાહેર રસ્તાનો દુરુપયોગ ન કરવા પોલીસનું સુચન.
રાજકોટ: રાજ્યમાં અનેક લોકો કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે. ત્યારે અનેક વાર ગુજરાત પોલીસ તેમને રોકવાની તેમજ કાયદાનું પાલન કરવાની સલાહ આપતી રહે છે. ત્યારે થોડા સમય પહેલાં એક મહિલા ઈન્સ્ટાગ્રામ યુઝરે વીડિયો બનાવવા માટે જાહેર રસ્તાનો દુરુપયોગ કર્યો હતો, જે વીડિયો વાયરલ થતાં રાજકોટ પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવી મહિલા જોડે માફી મંગાવી છે અને ફરી આ રીતે જાહેર જગ્યાનો દુરુપયોગ ન કરવા પણ સુચના આપવામાં આવી છે.
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રસ્તા વચ્ચે જાહેરમાં યોગ કરતી મહિલાને રાજકોટ પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવી માફી મંગાવવામાં આવી.
સાર્વજનિક સ્થળોનો આ રીતે દુરુપયોગ ન કરવો જોઇએ, જેથી કોઈ દુર્ઘટના તથા આકસ્મિક બનાવ ન સર્જાય.#FollowTrafficRules pic.twitter.com/HloCp8YPbY
— Gujarat Police (@GujaratPolice) September 23, 2023
રાજ્યમાં હજી પણ અનેક લોકો આ રીતે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી જાહેર જગ્યાનો દુરુપયોગ કરીને વીડિયો બનાવી રહ્યા છે, તેમને પણ ગુજરાત પોલીસની સુચના અપાઈ છે કે કોઈએ આ રીતે જાહેર જગ્યા કે રોડ- રસ્તા પર વીડિયો બનાવી બીજાને નડતર રુપ ન થવું જોઈએ. જો કોઈ ધ્યાનમાં આવશે તો ગુજરાત પોલીસ તેમને કાયદાનું ભાન કરાવવા તૈયાર જ છે.
અગાઉ પણ અનેક યુઝરોએ જાહેર જગ્યા કે જાહેર રસ્તાઓનો ઉપયોગ કરીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરયું હતું તેઓ દરેકને ગુજરાત પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ માટે પોલીસ દ્વારા વિશેષ સૂચનાઓ જારી