પાટણમાં ચાઈનીઝ દોરીના વેપારીઓ સામે પોલીસની લાંલ આંખ, 46થી વધુ કેસ નોંધાયા
ઉત્તરાયણ પર્વ હવે નજીક આવી રહ્યો છે. ત્યારે બજારમાં પતંગ અને દોરીનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. અને ચાઈનીઝ દોરીના વેચાણ કરવા વાળા વેપારીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત પાટણ પોલીસે અત્યાર સુધી 46થી વધુ ચાઈનીઝ દોરીના કેસ કર્યા છે. અને 5થી વધુ વેપારીઓ પાસેથી ચાઈનીઝ દોરીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પાટણમાં પોલીસે 46થી વધુ ચાઈનીઝ દોરીના કેસ કર્યા
હાઈકોર્ટના કડક આદેશથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમો સામે પોલીસે લાંલ આંખ કરી છે. પાટણ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમોની અટકાયત કરી ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરી રહી છે. ચાઈનીઝ દારીનું વેચાણ કરતા વેપારીઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત પાટણમાં પોલીસે અત્યાર સુધી 46થી વધુ ચાઈનીઝ દોરીના કેસ કર્યા છે અને 5થી વધુ વેપારીઓ પાસેથી ચાઈનીઝ દોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વાગદોડમાંથી 277 રીલ સાથે 1.08 લાખનો મુદામાલ જપ્ત કરાયો
પાટણ LCB અને સ્થાનિક પોલીસે સાથે મળીને વારાહી, રાધનપુર, પાટણ તેમજ વાગદોડમાંથી પાંચથી વધુ વેપારીઓને ઝડપી પાડ્યા છે. જેમાં વાગદોડમાંથી LCB પોલીસે બે આરોપીઓ પાસેથી 277 રીલ સાથે 1.08 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવમાં તેજી, જાણો કેટલા સુધી પહોચ્યો ભાવ