ચૂંટણી 2024ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી CM હાઉસ ગેરવર્તણૂક મામલે સ્વાતિ માલીવાલનું પોલીસે નિવેદન નોંધ્યું

Text To Speech

નવી દિલ્હી, 16 મે : AAP સાંસદ સ્વાતિ માલીવાલે આખરે મુખ્યમંત્રી આવાસ પર કથિત ગેરવર્તન મામલે લેખિત ફરિયાદ કરી છે. ગુરુવારે દિલ્હી પોલીસની એક ટીમ સ્વાતિ માલીવાલના ઘરે પહોંચી અને લગભગ ચાર કલાક સુધી ત્યાં રહી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન દિલ્હી પોલીસે સ્વાતિ માલીવાલનું નિવેદન નોંધ્યું છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્વાતિ માલીવાલે સોમવાર (13 મે)ની સમગ્ર ઘટના પોલીસને પોતાના નિવેદનમાં જણાવી હતી. તેણે કયા સંજોગોમાં પીસીઆર કોલ કર્યો તે અંગે પણ તેણે પોલીસને જાણ કરી છે. હવે પોલીસે સ્વાતિના નિવેદનના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

નિવેદન બાદ માલીવાલનું ટ્વિટ, સૌનો આભાર માન્યો

મળતી માહિતી મુજબ સ્વાતિ માલીવાલે સ્પેશિયલ સેલના એડિશનલ સીપી પ્રમોદ કુશવાહા અને એડિશનલ ડીસીપી નોર્થ અંજિતાની સામે પોતાનું નિવેદન નોંધ્યું છે. માલીવાલના નિવેદન બાદ પોલીસ આ કેસમાં એફઆઈઆર પણ નોંધી શકે છે. દરમિયાન આ સમગ્ર પ્રકરણમાં નિવેદન નોંધાયા બાદ માલીવાલે ટ્વિટ કર્યું છે. જેમાં તેણે સાથ આપનાર લોકો અને ટીકાકારોનો આભાર માન્યો છે તેમજ ભાજપ આ મામલે રાજનીતિ ન કરે તેવી પણ અપીલ કરી છે.

Back to top button