

અમદાવાદઃ (Ahmedabad) શહેરમાં જુગારના અડ્ડાઓ બિલાડીની ટોપની માફક ફૂટી નીકળ્યા છે. (gamblers) શ્રાવણ મહિનામાં પોલીસે ક્રોસ રેડ કરીને સરખેજમાંથી મોટું જુગારધામ પકડી પાડયું હતું ત્યાર બાદ જુગારીયાઓમાં ફફડાટ ફેલાયો હતો. (PCB Raid) પરંતુ પોલીસની નીતિ સહેજ ઢીલી થતાં જ ફરીવાર જુગારીયાઓનું માર્કેટ શરૂ થઈ ગયું છે. (Vastrapur Police) અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર મોડી રાત્રે પીસીબીએ દરોડા પાડ્યા હતાં. પોલીસની રેડમાં 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
આ પણ વાંચોઃ સુરતમાં કાપડ માર્કેટમાં આગ લાગતાં નાસભાગ, 10 સેન્ટરો પરથી ફાયર બ્રિગેડની ગાડીઓ દોડતી થઈ
જુગાર રમી રહેલા 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના વસ્ત્રાપુરમાં રત્નમણી ફ્લેટમાં મુકેશ પટેલ નામનો વ્યક્તિ પોતાના મકાનમાં બહારથી જુગારીયાઓ બોલાવીને જુગાર રમાડતો હતો. પીસીબીને તેની ખાનગી બાતમી મળી હતી. ત્યાર બાદ પીસીબીએ મોડી રાત્રે ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. જેમાં દાવ પર લાગેલા 5.52 લાખ તથા અંગજડતીના 8.34 લાખ સહિત 3.73 લાખના મોબાઈલ ફોન અને વાહનો મળી કુલ 18.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે ઉપરાંત જુગાર રમી રહેલા 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ રાજ્યના ૧૩ જિલ્લાના ૫૮ તાલીમાર્થીઓએ પર્વતારોહણની મેળવી તાલીમ