ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

‘આમ આદમી પાર્ટી’ની અમદાવાદ ઓફિસ પર પોલીસના દરોડા! AAPનો મોટો દાવો

Text To Speech

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રાજકીય પાર્ટીઓ પણ એકબીજા પર આરોપ પ્રત્યારોપની નીતિ રમી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરીને કહ્યું કે, અરવિંદ કેજરીવાલ અમદાવાદ પહોંચતાં જ આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર ગુજરાત પોલીસે રેડ પાડી છે. જો કે આ મુદ્દે પોલીસનું કહેવું છે કે આવી કોઇ રેડ પાડવામાં નથી આવી. આ વાત તદ્દન ખોટી છે.

ગુજરાત AAPના કાર્યાલય પર પોલીસ રેડનો દાવો

આપ નેતા ઇસુદાન ગઢવીએ ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે, ‘કેજરીવાલજીના અમદાવાદ પહોંચતા જ ગુજરાત પોલીસે આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર દરોડા પાડ્યા હતા. બે કલાક સુધી શોધખોળ હાથ ધરી હતી જો કે તેઓને કંઈ મળ્યું નહોતું તેથી તેઓ જતા રહ્યા હતા અને જતા જતા એવું કહેતા ગયા હતા કે અમે ફરી આવીશું.

આવી કોઇ રેડ પાડવામાં નથી આવીઃ પોલીસ

બીજી તરફ ગુજરાતની મુલાકાતે આવેલા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ ઈસુદાન ગઢવીના ટ્વિટને રિટ્વિટ કરીને ભાજપ સરકારને આડે હાથ લીધી છે.તેમણે લખ્યું કે, ગુજરાતની જનતા પાસેથી મળી રહેલા અપાર સમર્થનને કારણે ભાજપ બોખલાઈ ગઈ છે. ‘દિલ્હી બાદ હવે ગુજરાતમાં પોલીસ રેડ પડી છે. દિલ્હીમાં પણ કંઇ ના મળ્યું અને ગુજરાતમાં પણ કંઇ નહીં મળે. અમે કટ્ટર દેશભક્ત લોકો છીએ.’

Back to top button