ઉત્તર ગુજરાત

ડીસા કાંટ પાંજરાપોળ માર્ગ પર પોલીસે લગાવ્યા બેરીકેટ

Text To Speech

પાલનપુર: આવતીકાલે શુક્રવારે 30 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી બનાસકાંઠાના અંબાજીની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે પાંજરાપોળ અને ગૌ શાળાઓના ચાલી રહેલા આંદોલનના પગલે પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. જેમાં ડીસાની કાંટ પાંજરાપોળના રસ્તા ઉપર પોલીસે મોડી રાત્રે બેરીકેટ લગાવી દીધા હતા.

પીએમની બનાસકાંઠાની મુલાકાતને લઈને ભરાયું પગલું

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી ગૌ સેવકોનું આંદોલન ચાલી રહ્યું છે. સરકારે જાહેર કરેલી રૂપિયા 500 કરોડની સહાયની માંગણી કરવા કરવામાં આવી છે. જેના માટે વિવિધ કાર્યક્રમો અપાઈ રહ્યા છે. ત્યારે આગામી 30 સપ્ટેમ્બર શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંબાજી ખાતે આવી રહ્યા છે. જેમની સમક્ષ ગૌ સેવકો રજૂઆત કરવા માટે જવાના હોવાની યોજના બનાવી રહ્યા છેમ અને 5,000 થી વધુ લોકો પ્રધાનમંત્રી ને રજૂઆત કરવા માટે પહોંચે તેવી ધારણા મુકવામાં આવી છે.

આ પણ વાંચો: ભાજપના કાર્યકર્તાઓ-નેતાઓ વચ્ચે અંતર ઘટાડવા માટે શાહની નવી રણનીતિ

ત્યારે ગૌ સેવકો આંદોલન દરમિયાન પશુઓને પાંજરાપોળો માંથી પન: બહાર ન કાઢે તે માટે અગમચેતીના પગલાં રૂપે પોલીસે કાર્યવાહી કરી હતી. અહીંની કાંટ પાંજરાપોળના રસ્તા ઉપર બેરીકેટ મૂકીને રસ્તાના ઉપરના વાહન વ્યવહારને નિયંત્રણ કરવાનું શરૂ કર્યું છે. બીજી તરફ પ્રધાનમંત્રી થુંર ગામ પાસે બનાવવામાં આવેલા હેલીપેડ પર ઉતરાણ કરીને અંબાજી જવાના છે. ત્યારે વડગામ પોલીસ દ્વારા પણ અંબાજી માર્ગ પર કોઈ પશુ પાલકોના પશુઓ માર્ગ ઉપર ન આવે તે જોવા માટે પણ તાકીદ નજીકની પંચાયતોના સરપંચોને કરવામાં આવી છે

Back to top button