કલોલના ખોરજાપરામાં વિજિલન્સના દરોડા બાદ તાલુકા પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં રેન્જ આઈજી દ્વારા કલોલ તાલુકા પી.આઇ. જે.આર. પટેલ તથા પી.એસ.આઇ વાય.ડી. ગામીત અને ડી સ્ટાફ ઇન્ચાર્જ એસઆઈ વિજયસિંહ બનવારીલાલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમજ તાલુકા પીઆઇનો ચાર્જ સેકન્ડ પી.આઈ જેબી બુધેલીયાને સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સુરત: બેંકની ફેક એપ ઇન્સ્ટોલ કરાવી લાખોની છેતરપીંડી આચરી
દેશી દારૂની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા
રેન્જ આઇના આકરા પગલાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જેમાં કલોલના ખોરજાપરામાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દરોડો પાડી દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી ઉપરથી રૂપિયા 50000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. કલોલ તાલુકાના ખોરજાપરા ગામે સ્ટેટ વિજિલન્સ દ્વારા દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. અને સ્ટેટ વિજિલન્સ દ્વારા દરોડો પાડવામાં આવતા અહીંયા દેશી દારૂની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં મહિલાઓ “અ” સુરક્ષિત, POCSO કેસના આંકડા જાણી રહેશો દંગ
ગોળ પાણીના મિશ્રણ કરેલા 200 લીટરના ડ્રમ ભરેલા મળી આવ્યા
તળાવમાં ગોળ પાણીના મિશ્રણ કરેલા 200 લીટરના ડ્રમ ભરેલા મળી આવ્યા હતા. તેમજ કોથળીઓમાં પેક કરીને મોટા કોથળાઓમાં ભરવામાં આવેલો દેશી દારૂનો જથ્થો 2002 લીટર મળી આવ્યો હતો. અને આ તમામ દારૂનો જથ્થો અમદાવાદ સપ્લાય કરવામાં આવતો હતો. આ બાબતે પોલીસે સ્થળ ઉપરથી એક શખ્સની ધરપકડ કરી હતી. અને દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા બે મુખ્ય સંચાલકો ફરાર થઈ જતા તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ભાવનગરમાં ડિજીટલ યુગની ગુલબાંગો: વિદ્યાર્થીઓને સરકારી ટેબ્લેટ ના અપાતા રોષ જાગ્યો
દારૂની ભઠ્ઠી ધમધમતી હતી તેમ છતાં સ્થાનિક પોલીસને તેની ગંધ નથી
ત્યારે સ્થાનિક પોલીસની નાકામયાબી સામે આવી હતી. આવડા મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હતી તેમ છતાં સ્થાનિક પોલીસને તેની ગંધ નથી આવી અને સ્ટેટ વિજિલન્સ દરોડો પાડીને દેશી દારૂનો જથ્થો અને વોશ વગેરે મળી 50,000 ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. જે અંગે રેન્જ આઈજી દ્વારા સ્થાનિક પોલીસ સામે કડક પગલાં ભરવામાં આવ્યા હતા અને પોલીસને આકરો સંદેશો પણ આપવામાં આવ્યો હતો.