ગણેશ ચતુર્થીટોપ ન્યૂઝનેશનલ

હૈદરાબાદમાં ગણેશ વિસર્જનનાં આ દૃશ્યો તમારી પણ આંખ ભીની કરશે

Text To Speech

હૈદરાબાદમાં આજે ગણેશ વિસર્જન દરમિયાન અમુક દૃશ્યો જોઇને ભાવિક ભક્તો લાગણીશીલ બની ગયા હતા.

દેશભરમાં આજે ગણેશોત્સવના અંતિમ દિવસે ઠેરઠેર વિસર્જન શોભાયાત્રાઓ યોજાઈ હતી. મુંબઈમાં લાલબાગના રાજાની શોભાયાત્રાની જેમ હૈદરાબાદમાં પણ ખૂબ વિશાળ માત્રામાં વિસર્જન યાત્રા યોજાઈ હતી અને એ દરમિયાન બે જગ્યાએ યાત્રાની સલામતીમાં તહેનાત પોલીસકર્મીઓ પણ ભક્તિમાં લીન થઈને ઝૂમી ઉઠ્યા હતા.

(જૂઓ વીડિયો)

હૈદરાબાદમાં ગણેશ વિસર્જન યાત્રાનો એક વાયરલ થયેલો વીડિયો સમાચાર એજન્સીએ રિલિઝ કર્યો છે. તેમાં જોઈ શકાય છે કે, હૈદરાબાદના ટેંક બુંદ વિસ્તારમાં વિસર્જન યાત્રા દરમિયાન વાગી રહેલા સંગીતના તાલે એક પોલીસકર્મી પોતાની ફરજ દરમિયાન જ ભક્તિમાં લીન થઈ ગયો અને નૃત્ય કરવા લાગ્યો. તેની આ વિશિષ્ટ લાયકાતને આસપાસ ઉપસ્થિત હજારો લોકોએ લાગણીશીલ થઈને માણી એટલું જ નહીં પરંતુ અનેક લોકોએ તેને પોતપોતાના મોબાઇલમાં કેદ પણ કરી લીધી.

આ જ વીડિયોમાં જોઈ શકાય છે કે, એ જ વિસર્જન યાત્રા દરમિયાન અન્ય એક સ્થળે એક પોલીસ અધિકાર તથા અન્ય પોલીસકર્મી પણ ભક્તિમય સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને એ જોઇને વિસર્જન યાત્રામાં ચાલી રહેલા ભક્તો પણ તેમની સાથે નૃત્યમાં જોડાયા હતા.

આ પણ વાંચોઃ ગણેશ વિસર્જન 10 દિવસ બાદ જ કેમ કરવામાં આવે છે? શું છે કારણ? 

સામાન્ય રીતે આવા ભવ્ય ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અત્યંત સાવધાની રાખીને પૂરું ધ્યાન કાયદો-વ્યવસ્થા જાળવવામાં આપતી હોય છે, પરંતુ ગણપતિ બાપાના આ પવિત્ર ઉત્સવમાં કોઈ અપ્રિય ઘટના નહીં બને એવો વિશ્વાસ ધરાવતા આ પોલીસકર્મીઓને ભક્તિમય સંગીતમાં ઝૂમી ઉઠેલા જોઇને દરેક લાગણીશીલ નાગરિકની આંખ ભીની થયા વિના રહે નહીં.

Back to top button