ગુજરાતટોપ ન્યૂઝ

ડમીનુ દબાવવા યુવરાજ પર પોલીસનો ગાળિયો !

યુવરાજસિંહ જાડેજાએ અત્યાર સુધી ગુજરાતભરમાં પ્રેસ કોન્ફરન્સ કરી કરેલા ખૂલાસાઓ તમામ સાચા પડ્યા છે ત્યારે હવે આ મામલે અનેક પ્રક્ષો ઉઠી રહ્યા છે. એકતરફ યુવરાજસિંહ પર નામ ન લેવા માટે પૈસા લેવાનો આરોપ લાગી રહ્યા છે તો બીજી તરફ ડમીકાંડ મામલે પણ અનેક ખુલાસા થઈ રહ્યા છે ત્યારે શું હવે તટસ્થ તપાસ કરી પોલીસ સચ્ચાઈ બહાર લાવશે કે પછી ધરપકડ કરેલ લોકોથી સંતોષ માની લેશે?ડમી - Humdekhengenewsગુજરાતમાં માત્ર ડમીકાંડ અને પેપરલીક પૂરતું સીમિત નથી. ગુજરાતમાં જે રીતે આ ડમીકાંડ સામે આવ્યું છે તે જ રીતે વિદેશ જવા માટે અને સરકારી નોકરી મેળવવા માટે પણ મોટાપાયે બજાર ચાલી રહ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, કલોલ, વડોદરા જેવા કેટલાય સ્થળો છે જ્યાં આજે પણ વિદેશ મોકલવા માટે કેવી રીતે ભાવ નક્કી થાય છે અને કેવી રીતે વિદેશ મોકલવામાં આવે છે તેનાથી પણ કોઈ અજાણ નથી. વર્ષની શરૂઆતમાં જ ગુજરાત પોલીસ દ્વારા આણંદ, અમદાવાદમાં આવા એજન્ટોને પકડ્યા હતા. જે વિદેશ મોકલવાનું કાળું કૌભાંડ ચલાવતા હતા. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં આજે પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશથી લાવેલ ખોટા સર્ટિફિકેટ (UGC માન્ય, પણ કોલેજમાં ગયા વગર લાવેલ સર્ટિ) ના આધારે કેટલાય લોકો આજે પણ સરકારી રોટલા ખાઈ રહ્યા છે. સૂત્રોનું સાચું માનીએ તો ગુજરાતમાં બહારના રાજ્યમાંથી લાવેલ સર્ટિફિકેટના આધારે નોકરી કરતાં લોકોની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો અઢળક લોકો ઘર ભેગા થઈ શકે એમ છે.

આ પણ વાંચો : ડુપ્લીકેટ ડિગ્રી પર વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપી પાડતી આણંદ SOG
ડમી - Humdekhengenewsથોડા સમય પહેલા જ્યારે કેટલાક જિલ્લામાંથી આરોગ્ય વિભાગમાંથી કેટલાક કર્મીઓને છૂટા કરવામાં આવ્યા હતા તે શું હતું ? તે આ જ ખોટા સર્ટિફિકેટનો મામલો હતો પણ તેમાં મુદ્દો એવો ઉઠ્યો હતો કે આ યુનિવર્સિટી સાચી છે કે કેમ ? પણ તપાસ તે સમયે એ કરવાની જરૂર હતી કે શું આ સર્ટિફિકેટ ધારકો ત્યા ખરેખર ભણવા ગયા હતા કે કેમ ?  સૂત્રો દ્વારા મળતી વધુ માહિતી મુજબ કેટલાક લોકો એવા પણ છે કે જે ખુદ ખોટા સર્ટિફિકેટના આધારે હાલ નોકરી કરી રહ્યા છે અને અન્ય લોકોને આવા ખોટા સર્ટિફિકેટ મેળવવામાં પણ પૈસા લઈને મદદ કરી રહ્યા છે. એટલે એવું કહી શકાય કે યુવરાજસિંહ તો માત્ર સરકારી ભરતીની ગેરરીતિ ઉજાગર કરી રહ્યા છે પણ જો ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો આ ભરતીની સાથે સાથે ખોટા સર્ટિફિકેટના આધારે નોકરી કરતાં લોકોનું કૌભાંડ પણ બહાર આવી શકે તેમ છે.

Back to top button