ગુજરાત પોલીસને કવિતા સમજવામાં ભૂલ થઈ ગઈ, બીજી વાર આવો તો મગજ વાપરજો: સુપ્રીમ કોર્ટે કેમ લગાવી ફટકાર


નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2025: કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ હાથ હલાવતા ચાલી રહ્યા હતા અને તેમના પર ફુલોનો વરસાદ થઈ રહ્યો હતો. આ 46 સેકન્ડના વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક ગીતનો અવાજ આવી રહ્યો હતો.
આ ગીતને લઈને ગુજરાત પોલીસે કોંગ્રેસના સાંસદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગુજરાત પોલીસનો આરોપ હતો કે, આ ગીતના શબ્દો ભડકાઉ, રાષ્ટ્રીય એકતા માટે હાનિકારક અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારા હતા. પણ હવે સુપ્રીમ કોર્ટે ઈમરાન પ્રતાપગઢીને રાહત આપી દીધી છે.
સુપ્રીમ કોર્ટે ઈમરાન પ્રતાપગઢી પર ફરિયાદ નોંધવાના મામલામાં ગુજરાત પોલીસને સવાલ કર્યો છે. ન્યાયમૂર્તિ અભયસ એસ ઓકા અને ઉજ્જવલ ભૂઈયાંની પીઠે કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટ, જેમાં ફરિયાદને રદ કરવા માટે પ્રતાપગઢીની અરજીને રદ કરી દીધી હતી. પણ કવિતાના અર્થના વખાણ ન કર્યા.
પીઠે કહ્યું કે, અંતત: આ એક કવિતા છે. આ કોઈ પણ ધર્મ વિરુદ્ધ નથી. આ કવિતા પરોક્ષ રીતે કહે છે કે ભલે કોઈ હિંસામાં સામેલ હોય, આપણે હિંસામાં જોડાવાનુ નથી. કવિતા આ જ મેસેજ આપે છે. આ કોઈ વિશેષ સમુદાય વિરુદ્ધ નથી.
બીજી વાર આવો તો મગજ લગાવીને આવજો-સુપ્રીમ કોર્ટ
રાજ્યના વકીલ દ્વારા જવાબ દાખલ કરવા માટે સમય માગ્યા બાદ વડી અદાલતે મામલાને ત્રણ અઠવાડીયા માટે ટાળી દીધો છે. સુપ્રીમ કોર્ટની પીઠે રાજ્યના વકીલને કહ્યું કે, બીજી વાર આવો તો મગજ લગાવીને કોર્ટમાં પાછા આવજો.
વડી અદાલતે 21 જાન્યુઆરીના રોજ કથિત રીતે એક ઉત્તેજક ગીતનો વીડિયો પોસ્ટ કરવાના મામલામાં પ્રતાપગઢી વિરુદ્ધ કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી અને તેમની અપીલ પર ગુજરાત સરકાર અને ફરિયાદકર્તા કિશનભાઈ દીપકભાઈ નંદાને નોટિસ પણ ફટકારી હતી.
કોંગ્રેસના નેતાએ ગુજરાત હાઈકોર્ટના 17 જાન્યુઆરીએ આપેલા આદેશને પકડાર આપ્યો હતો, જેમાં તેમના વિરુદ્ધ દાખલ ફરિયાદ રદ કરવાની અરજીને એવું કહેતા ફગાવી દીધી હતી કે તપાસ ખૂબ જ પ્રાથમિક તબક્કામાં હતી. પ્રતાપગઢી પર 3 જાન્યુઆરીના રોજ ગુજરાતના જામનગરમાં એક સામૂહિક કાર્યક્રમમાં કથિત ઉત્તેજક ગીત મામલે ફરિયાદ નોંધી હતી.
આ પણ વાંચો: પંજાબમાં કોઈ પણ સમયે પડી શકે છે આપની સરકાર, ભાજપના આ દિગ્ગજ નેતાએ દાવો કર્યો