અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

નોકરીની ઑફર અંગે સાવધ રહેવા પોલીસે જારી કરી માર્ગદર્શિકા

Text To Speech

અમદાવાદઃ નોકરી અને ઑનલાઇન કમાણી વિશેની જાહેરખબરોથી અનેક લોકો ભરમાઈ જતા હોય છે અને નાણા પણ ગુમાવતા હોય છે. આવી છેતરપિંડી સામે કેવી રીતે સાવધ રહેવું તે અંગે અમદાવાદ પોલીસે એક માર્ગદર્શિકા જાહેર કરી છે.

પોલીસ અને કાયદાનું તંત્ર ગમેતેટલું સાવધ રહે, ગમેતેટલાં પગલાં ભરે છતાં છેતરપિંડી કરનારા બદમાશોથી આ દુનિયાને છૂટકારો મળતો જ નથી. તેનું એક કારણ કદાચ એ પણ છે કે, લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. અર્થાત છેતરપિંડી કરનારા બદમાશો સામાન્ય લોકોના લોભનો ગેરલાભ લેતા હોય છે. ક્યારેક લોભી ન હોય તેવા લોકો પણ અપરાધીઓની જાળમાં ફસાઈ જતા હોય છે.

છેલ્લા થોડાં વર્ષમાં ઑનલાઇન છેતરપિંડીના કિસ્સા પણ અનેકગણા વધી ગયા છે. પોલીસે સાયબર સેલ સ્થાપીને આવા અનેક કેસ ડિટેક્ટ કર્યા છે અને અપરાધીઓને સજા પણ કરી છે. આમછતાં અપરાધ તો અટકતો જ નથી. બદમાશો નવી નવી મોડસ ઓપરેન્ડી દ્વારા છેતરપિંડીના રસ્તા શોધી જ કાઢે છે.

આવી એક છેતરપિંડી નોકરીની ઑફર અંગેની છે. અનેક લોકોને રોજેરોજ તેમના સોશિયલ મીડિયા પર, ખાસ કરીને SMS અને વૉટ્સએપ પર નોકરીની અથવા ઘરેથી કામ કરવાની ઑફર મળતી રહે છે. મોટાભાગના લોકો તો આ બાબતે સાવધ હોય છે તેથી ફસાતા નથી, પરંતુ ઘણા લોકો ફસાઈ પણ જાય છે. તેઓ લાલચમાં આવી જઇને ઑફર કરનારની વાતોમાં સપડાય છે અને નાણા ગુમાવે છે.

બદમાશોના આવા હથકંડા સામે અમદાવાદ પોલીસે આજે 22 ઑક્ટોબરને રવિવારે તેના ટ્વિટર (X) હેન્ડલ ઉપર એક માર્ગદર્શિકા મૂકી છે કે, આવી કોઈ ઑફર જોવા મળે તો કેવી કેવી સાવધાની રાખવી.

હા, એ વાત અલગ છે કે, અમદાવાદ પોલીસે આ માર્ગદર્શિકા અંગ્રેજી ભાષામાં મૂકી છે. કદાચ શક્ય છે કે, ગુજરાતમાં હવે અંગ્રેજીભાષી લોકો વધારે હોય અથવા નોકરીની ઑફરોની છેતરામણીનો ભોગ માત્ર અંગ્રેજી ભાષા જાણનારા લોકો જ બનતા હશે!

ખેર, મુદ્દો ભાષાનો નથી પરંતુ પોલીસે જારી કરેલી માર્ગદર્શિકાનો છે અને નાગરિકોની પણ સાવધાની રાખવાની ફરજ છે.

આ પણ વાંચો – ટી. રાજાસિંહનું સસ્પેન્શન રદ, ભાજપે તેલંગાણા વિધાનસભા માટે ટિકિટ આપી

Back to top button