ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: શહેરની GIDCમાં દારૂનું ગોડાઉન ઝડપાતા PI સસ્પેન્ડ

Text To Speech
  • નરોડા GIDCમાંથી દારૂનું ગોડાઉન પકડાયું
  • નરોડામાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ મોટી કાર્યવાહી
  • 14.65 લાખની કિંમતની 2,326 દારૂની બોટલો ઝડપી પાડી

અમદાવાદ શહેરના નરોડા GIDCમાંથી દારૂનું ગોડાઉન પકડાયું છે. જેમાં દારૂનો જથ્થો મંગાવનાર સહિત 4 શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તેમજ પીઆઈ એમ.વી.પટેલને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ચર્ચા શરૂ થઇ છે.

નરોડા GIDCમાંથી દારૂનું ગોડાઉન પકડાયું

નરોડામાં સ્ટેટ મોનેટરીંગ સેલના દરોડા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં શહેર પોલીસ કમિશનરે નરોડા પીઆઈને સસ્પેન્ડ કર્યા છે. અમદાવાદના નરોડામાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનરે નરોડા પીઆઇને સસ્પેન્ડ કર્યા છે. ઉલ્લેખનીય છે કે નરોડા GIDCમાં નમકીનનો ધંધો કરવાના બહાને બે બુટલેગરો દારૂનું વેચાણ કરતા હતા. તેમાં રૂપિયા 23 હજારના ભાડે રાખેલા ગોડાઉનમાં બુટલેગરો નમકીનના પેકેટની આડમાં છુપાવીને દારૂની બોટલો રાખતા હતા.

નરોડા પોલીસ સ્ટેશનના PIને ફરજ મોકૂફ કરવામાં આવ્યા

સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના અધિકારીઓને બાતમી મળી હતી કે નરોડા GIDCમાં સીમ્ફોની એસ્ટેટ શેડ નંબર-8માં નમકીનની આડમાં દારૂનું વેચાણ કરવામાં આવે છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા 14.65 લાખની કિંમતની 2,326 દારૂની બોટલો ઝડપી પાડી હતી. જેમાં નરોડા પોલીસ સ્ટેશનના PIને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: વર્ષ 2025-26 માટેના AMTSના ડ્રાફટ બજેટનો આંકડો જાણી દંગ રહેશો

Back to top button