દિવાળીમાં નાગરિકોની સુરક્ષા માટે પોલીસ એક્શન મોડમાં, જાણો પોલીસે કઈ કઈ કરી તૈયારી?
અમદાવાદ, 24 ઓકટોબર, દિવાળીના તહેવારમાં તસ્કરો માટે જાણે કે સીઝન આવી હોય તે રીતે સક્રિય થઇ જતા હોય છે. દિવાળીના વેકેશનમાં લોકો ફરવા જતા હોય છે. ત્યારે તસ્કરો આ તકનો લાભ લઇ ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપતા હોય છે. ત્યારે દિવાળીના તહેવાર નિમિતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તહેવારની ઉજવણી રંગેચગે થાય તે માટે સુરત પોલીસ એલર્ટ છે. તહેવારોમાં ગુનાખોરી અટકાવવા પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં નાના-મોટા શહેરોમાં દરરોજ પેટ્રોલિંગ કરાશે. ભાંગફોડીયા પ્રવૃત્તિ કે કોમ્યુનલ બનાવો ન બને તે માટે તકેદારીના ભાગરૂપે પોલીસ સતત ફૂટ પેટ્રોલિંગ કરશે.
દિવાળીના તહેવારને આડે હવે એક દિવસ જ બાકી રહ્યો છે. ત્યારે લોકો શાંતિપૂર્ણ માહોલમાં દિવાળીના તહેવારની ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. અમદાવાદ શહેરમાં તહેવારો માટેનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સીસીટીવીથી લઈને સિક્યુરિટીને સ્ટેન્ડ ટુ સુધીના આયોજન કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર પોલીસ સતત ખડેપગે રહીને શહેરીજનોની જાનમાલની સુરક્ષા કરવા માટે પ્રયાસ કરશે. વાહન ચેકિંગના સમયમાં ફેરફાર કરી અલગ-અલગ સમયે અને અલગ-અલગ પોઈન્ટ ઉપર એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ આવરી લઇ વાહન ચેકિંગ હાથ ધરાશે. દરમિયાન અમદાવાદમાં પોલીસે વાયદો કર્યો છે કે, બહાર ફરવા જાવ તો પોલીસને જાણ કરો જેથી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરાશે.
ફાયર બ્રિગેડ પણ સ્ટેન્ડ ટુ રહેશે
દિવાળીના પર્વમાં ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચિંગ જેવા બનાવ બનતા અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જેમાં શહેરીજનોને જો તેઓ બહારગામ જતા હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરે તેવા સૂચન કર્યા છે. એટલું જ નહીં, આ તમામ સૂચનો બાદ શહેર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે. અમદાવાદ શહેર પોલીસ શહેરમાં તહેવાર દરમિયાન સ્ટેન્ડ ટુ રહેશે. આ સ્થળોએ ખાનગી સિક્યુરીટી બાબતે ચકાસણી કરાશે. દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના કારણે નાના-મોટા આગના બનાવ બનતા હોય છે. જેને ધ્યાનમાં રાખી તમામ 18 જેટલા ફાયર સ્ટેશન ઉપર સ્ટાફ સતત 24 કલાક હાજર રહેશે. ફાયર બ્રિગેડની તમામ ગાડીઓને સ્ટાફને સ્ટેન્ડ ટુ રાખવાની સૂચના આપવામાં આવી છે.
બુટલેગરો સામે કરાશે કાર્યવાહી
બેંક, આંગડિયા પેઢી, સોના ચાંદીની દુકાનો/શો રુમ, નાણાંકીય લેવડ-દેવડવાળા સ્થળો તથા ખરીદી બજાર કે જ્યાં ભીડભાડ થતી હોય તેવા સ્થળોએ પોલીસ સ્ટેશન ખાતેના તમામ મોટરસાઈલ, હોક બાઇક, મોબાઈલ વાહન. She ટીમનો ઉપયોગ કરી રોજે- રોજ પેટ્રોલિંગ તથા ફિક્સ પોઈન્ટ રાખવામાં આવશે. દેશી-વિદેશી દારૂઓના અડ્ડા ઉપર સતત વોચ રાખી અને વેચાણ કરનારા બુટલેગરો સામે કાર્યવાહી કરાશે. હોટલ, ગેસ્ટહાઉસ, ઘાબા મુસાફરખાનાનું નિયમિત ચેકિંગ, તમામ ઉતારુઓની પથિકમાં એન્ટ્રી કરવામાં આવે, સીસીટીવી, કેમેરા ચાલુ છે, હાલતમાં રહે તે અંગે ચકાસણી થશે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન થયું હોવાથી સી.જી. રોડ અને સિંઘુભવન રોડ ઉપર 20 તેથી વધુ પોલીસનો બંદોબસ્ત રખાશે.
રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી લૂંટ/ નજર ચુકવી ચોરી અંગેના બનાવ ન બને તે માટે પેસેન્જર રિક્ષાઓનું સઘન ચેકિંગ કરાશે. મોલ/મલ્ટીપ્લેક્ષ ખાતે પ્રવેશતા તમામ વાહનોનું એન્ટીસોટેજ ચેકિંગ, એન્ટ્રી ગેટ ઉપર પ્રવેશ કરતાઓનુ યોગ્ય ચેકિંગ/ફિસ્કીંગ, એન્ટ્રી, એક્ઝિટ પોઇન્ટ તથા પાર્કિંગ સ્થળોના યોગ્ય માત્રામાં સીસીટીવી કેમેરા કાર્યરત છે કે કેમ? તેની ચકાસણી કરવી તથા તમામ સિક્યુરિટી ગાર્ડને જરુરી માર્ગદર્શન પુરુ પડાશે. ભીડભાડવાળા સ્થળો પર તેમજ અવાવરું જગ્યાઓ, ઝૂંપડપટ્ટી, સંવેદનશીલ વિસ્તારમાં કે જે જગ્યાઓએ ભાંગફોડિયા ઇસમો તેમજ શંકાસ્પદ લોકોની તપાસ કરવામાં આવશે. સમયાંતરે કોમ્બિંગ પણ કરાશે.
આ પણ વાંચો..અમદાવાદ: ઓનલાઇન છેતરપિંડી કરતી કંબોડિયા ગેંગનો પર્દાફાશ