ટ્રેન્ડિંગનેશનલ

બિહાર સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે પોલીસની ગુંડાગર્દી

  • સીતામઢી જિલ્લામાં પોલીસ દ્વારા મહિલાને લાકડીથી ઢોર માર મારવામાં આવી
  • પોલીસ દ્વારા મહિલાને મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ  

બિહાર, 1 જાન્યુઆરી : બિહાર સરકાર એક તરફ મહિલા સશક્તિકરણની વાતો કરી રહી છે તો બીજી તરફ પોલીસ જ આ વિચારસરણીને નેવે મૂકીને ગુંડાગર્દી પર ઉતરી આવી છે. બિહારના સીતામઢી જિલ્લાના સુરસંદ બજારમાં શનિવારે પોલીસ દ્વારા એક મહિલાને લાકડીથી ઢોર માર મારવામાં આવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં યુનિફોર્મમાં આવેલો વ્યક્તિ પોલીસમેન હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ જે નિર્દયતાથી તે મહિલાને તેના ડંડાથી ફટકારી રહ્યો છે તેનાથી તે ગુંડાથી ઓછો દેખાતો નથી. જો કે યુનિફોર્મ પહેરનાર વ્યક્તિ સુરસંદ પોલીસ સ્ટેશનના વડા હોવાનું જાણવા મળ્યું છે.

મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે પોલીસની દાદાગીરી 

એક તરફ સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરી રહી છે તો બીજી તરફ આ સરકારની પોલીસ તેમની જ વિચારસરણીને નેવે રાખીને નિયમોનો ભંગ કરી રહી છે. આ મામલો બિહારના સીતામઢી જિલ્લાનો છે, જ્યાં સુરસંદ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જનો ગુંડાગર્દી કરતો વિડીયો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ, બે મહિલાઓ એકબીજામાં ઝઘડી રહી હતી. આ જોઈને પોલીસ સ્ટેશનના વડાને ગુસ્સો આવી ગયો. તેઓએ એક મહિલાને લાકડીઓ વડે માર મારી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

મારપીટનો ભોગ બનેલી મહિલા

ઉલ્લેખનીય છે કે, “સમગ્ર મામલો સીતામઢી જિલ્લાના સુરસંદ પોલીસ સ્ટેશનનો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ રાજ કિશોરસિંહ એક મહિલાને ગુંડાની જેમ લાકડીઓ વડે માર મારી રહ્યા છે. આ દરમિયાન મહિલા ડરી ગયેલી દેખાય છે, પરંતુ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ તેના પર લાઠીચાર્જ કરે છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.” સુરસંદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ કમ ઈન્સ્પેક્ટર રાજ કિશોર સિંહનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સુરસંદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જના આ અમાનવીય કૃત્ય સામે પગલાં ભરવાની લોકો માંગ કરી રહ્યા છે.

આ પણ જુઓ :મણિપુરમાં કુકી આતંકવાદીઓનો રોકેટ હુમલો, 4 પોલીસ જવાન ઘાયલ

Back to top button