- સપ્ટેમ્બર મહિનામાં બુટલેગર વિનોદ સિંધીની ધરપકડ કરાવવામાં આવી
- એસપી નિલિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી. કામરીયા દુબઇ પહોંચ્યા હતા
- દુબઇ કોર્ટે સિંધી વિરુદ્ધનું એરેસ્ટ વોરંટ રદ કરી પાસપોર્ટ પરત કર્યો
ગુજરાતમાં દારૂનું વિશાળ નેટવર્ક ધરાવતા અને પોલીસની ધોંસ વધતાં દુબઈ નાસી ગયેલા કુખ્યાત બુટલેગર વિનોદ સિંધીને ત્યાંથી પ્રત્યાર્પણ મારફતે રાજ્યમાં પાછો લાવવામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દુબઈ તો ગઈ પણ તેમની જ બેદરકારીના કારણે વીલા મોંઢે વિનોદ સિંધીને લીધા વિના પાછા ફરવું પડયું હતું.
આ પણ વાંચો: ગુજરાત: ખેડૂતો સરકારી વીજળીથી હેરાન, અપૂરતાં લોડથી બિનઉપયોગી
ગુજરાત પોલીસે અધૂરા દસ્તાવેજો રજૂ કર્યા
જ્યારે દુબઈની કોર્ટમાં વિનોદ સિંધીનું પ્રત્યાર્પણ કરી ભારત મોકલવાની વિનંતી કરવામાં આવી ત્યારે ત્યાંની કોર્ટે ગુજરાત પોલીસે અધૂરા દસ્તાવેજો રજૂ કર્યા હોવાનું ઠેરવી પ્રત્યાર્પણની માગ ફગાવી દીધી હતી. એટલું જ નહીં, દુબઈ પોલીસે પ્રત્યાર્પણની ધારણાએ વિનોદ સિંધીની ધરપકડનું જે વોરંટ જારી કર્યું હતું તે પણ રદ કરી તેને પાસપોર્ટ પાછો આપી દેવાનો હુકમ કર્યો હતો.
આ પણ વાંચો: PACના અધ્યક્ષનું પદ કોંગ્રેસને નહીં મળે, જાણો શું રમાશે રમત
સપ્ટેમ્બર મહિનામાં બુટલેગર વિનોદ સિંધીની ધરપકડ કરાવવામાં આવી
રાજ્યભરમાં ડિસ્ટ્રીબ્યુશન પદ્ધતિથી દારૂનું નેટવર્ક ચલાવનાર બુટલેગર વિનોદ સિંધીના સાગરીતોની એક પછી એક સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દબોચી લેતી હતી. જેને લઇને 38 ગુનામાં વોન્ટેડ વિનોદ સિંધી ગત, જૂલાઇ મહિનામાં દુબઇ ભાગી ગયો હતો. જે બાદ SMCની ટીમ દ્વારા રાજ્યમાં પહેલી વખત બુટલેગર સામે રેડ કોર્નર નોટીસ ઇશ્યુ કરી હતી. આ બાદ SMCની ટીમે દુબઇ એમ્બેસીનો સંપર્ક કરીને ગત, સપ્ટેમ્બર મહિનામાં ત્યાં બુટલેગર વિનોદ સિંધીની ધરપકડ કરાવવામાં આવી હતી.
આ પણ વાંચો: સાઇબર ક્રાઇમનો ભોગ બનતા સિનિયર સિટિઝનને બચાવવા પોલીસે બનાવ્યો એક્શન પ્લાન
એસપી નિલિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી. કામરીયા દુબઇ પહોંચ્યા હતા
બાદમાં વિનોદ સિંધીને 2 લાખ દિરહામનો દંડ ફટકારીને જામીન આપ્યા હતા પરંતુ તેનો પાસપોર્ટ દુબઇ પોલીસે જપ્ત કરી લીધો હતો. પ્રત્યાર્પણ સંધિના આધારે ગુજરાત SMCના એસપી નિલિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી. કામરીયાએ વિનોદ સિંધી ધરપકડ કરવા માટે દુબઇ પહોંચ્યા હતા. જ્યાં દુબઇની કોર્ટ અને એમ્બેસીમાં વિનોદ સિંધી વિરૂદ્ધના ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા. પરંતુ દુબઇ કોર્ટમાં વિનોદ સિંધી વિરૂદ્ધના અધુરા ડોક્યુમેન્ટના કારણે અંતે તેની વિરૂદ્ધનો કેસ રદ કરીને દંડ અને પાસપોર્ટ પરત કરી દિધો હતો.