ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

પોલીસની બાજ નજર : ચાઇનીઝ દોરી માટે સોશિયલ મીડિયા ટોપ પર

Text To Speech

અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી છે ત્યારે ઠેર ઠેર પોલીસ દરોડા પાડી આવા લોકોને પકડવામાં પોલીસને સારી સફળતા પ્રાપ્ત થઇ છે. હાઇકોર્ટના આદેશ બાદ પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ કરતા લોકો પર કડક કાર્યવાહી કરી છે.

ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓએ પણ હવે પોલીસના ડરથી નવો રસ્તો અપનાવ્યો છે અને સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. આજકાલ ચાઇનીઝ દોરીના વેપારીઓ ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાનો સહારો લઇ વેચાણ કરી રહ્યા છે ત્યારે સાઈબર ક્રાઈમ પોલીસે પણ સોશિયલ મીડિયાના સહારે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા બે ઇસમોની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : ચાઈનીઝ દોરી મુદ્દે હાઈકોર્ટે સરકારે આપ્યા આદેશ, વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શનનો કાયદો લાગુ કરો

ચાઈનીઝ દોરી-HUMDEKHENGENEWS

અત્યાર સુધી અમદાવાદ શહેરમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા કરીને 15 ગુના નોંધીને પંદર જેટલા આરોપીઓની ધરપકડ કરી છે જયારે 260 થી વધુ રીલ પકડી છે. આ તમામ લોકો સામે પોલીસે જાહેરનામાનો ગુનો નોંધી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં એક વિસ્તારમાં પતિ પત્ની સામે પણ ચાઇનીઝ દોરીના વેચાણ અંગે માહિતી મળતા પોલીસે બંને પર ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરી હતી. મહિલા ચાઇનીઝ દોરી થોડા પૈસાની લાલચમાં ચોરી છુપે વેચતી હતી. પતિએ પોતાની પત્નીને આમ કરવા કીધું હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે.

આ પણ વાંચો : ગાંધીનગર : વિદ્યાર્થીઓ અને વાંચનપ્રેમી જનતા માટે નવી મોબાઈલ લાઇબ્રેરી

ચાઈનીઝ દોરી-humdekhengenews

આજ રીતે સમગ્ર ગુજરાતમાં પણ હાઇકોર્ટના આદેશ બાદ અલગ અલગ જગ્યાએ પોલીસ દ્વારા દરોડા પાડીને આરોપીઓને પકડી પાડવામાં ક્યાંક સફળતા મળી હોય તેવું હાલની નજરે દેખાઈ રહ્યું છે પણ ઉતરાયણના દિવસે જ ખબર પડશે કે પોલીસને કેટલી સફળતા મળી.

Back to top button