સુરતમાં રૂપિયા બે કરોડની કાર પોલીસે કરી ડિટેન, જાણો શું છે કારણ
- પીળા રંગની સ્પોર્ટ્સ કાર પૂર ઝડપે નીકળતા તેને રોકવામાં આવી
- યુવક કારની માલિકી અને રજીસ્ટ્રેશન અંગેના દસ્તાવેજો રજુ કરી શક્યો નહી
- પોલીસે કાર કબજે લઈ ચાલકને RTO મેમો ફટકાર્યો
સુરતમાં રૂપિયા બે કરોડની કાર પોલીસે ડિટેન કરી છે. જેમાં નબીરાને રૂ.2 કરોડની સ્પોર્ટ્સ કાર પૂર ઝડપે લઇ રસ્તા પર નીકળવુ ભારે પડ્યુ છે. તેમાં પોલીસે જણાવ્યું છે કે રજિસ્ટ્રેશનનાં દસ્તાવેજો નહીં હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ સ્પોર્ટ્સ કારમાં નંબર પ્લેટ પણ લગાવામાં આવી ન હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં આરોગ્ય વિભાગનો સપાટો, જાણીતી રેસ્ટોરામાં સીલ તથા અન્ય 3ને દંડ ફટકાર્યો
પોલીસે કાર કબજે લઈ ચાલકને RTO મેમો ફટકાર્યો
શહેરના રસ્તા પર સ્પોર્ટ્સ કાર પૂર ઝડપે નીકળતા પોલીસે રોકી હતી તથા સ્પોર્ટ્સ કારમાં નંબર પ્લેટ પણ ના હતી. તેથી કારનો રોકવામાં આવી હતી. તેમજ કરતારગામનો નિખિલ પ્રજાપતિ કાર ચલાવી રહ્યો હતો. તેની પાસે કારના કોઇ રજિસ્ટ્રેશનનાં દસ્તાવેજો ન હતા. તેથી પોલીસે કાર કબજે લઈ ચાલકને RTO મેમો ફટકાર્યો છે. જેમાં રજિસ્ટ્રેશનનાં દસ્તાવેજો નહીં હોવાથી બે કરોડની કાર જપ્ત સુરત શહેરની ઉમરા પોલીસે ડિટેન કરી છે.
પીળા રંગની સ્પોર્ટ્સ કાર પૂર ઝડપે નીકળતા તેને રોકવામાં આવી
ઉમરા પોલીસનો સ્ટાફ રાતે સિટી લાઇટ વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન પીળા રંગની સ્પોર્ટ્સ કાર પૂર ઝડપે નીકળતા તેને રોકવામાં આવી હતી. પોર્સે કંપનીની બે કરોડ જેટલી કિંમતની આ કાર પર નંબર પ્લેટ લગાવવામાં આવી ન હતી. તેમજ યુવક કારની માલિકી અને રજીસ્ટ્રેશન અંગેના દસ્તાવેજો રજુ કરી શક્યો ન હતો. ઉમરા પોલીસે કાર કબજે લઈ નિખિલ પ્રજાપતિને આરટીઓનો મેમો ફટકાર્યો છે.