અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલબિઝનેસમધ્ય ગુજરાત

પોલીસ કમિશનર જી.એસ.મલિક કર્મચારીઓને કરે છે પ્રેમ; શહેર પોલીસમાં બની રહ્યા છે લોકપ્રિય; અમદાવાદીઓ પણ કરે છે પસંદ

27 માર્ચ 2025 અમદાવાદ: શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકને તમે ચુસ્તપણે કાયદાનું પાલન કરાવતા તો જોયા હશે. શહેરમાં કાયદો વ્યવસ્થા, શાંતિ, સલામતી અને કાયદાનું અર્થઘટન કરી સામાન્ય જનતાને ન્યાય આપતા પણ જોયા હશે. પરંતુ આજે અમે પોલીસ કમિશનર જીએસ માલિકના અંગત સ્વભાવ વિશે વાત કરવા માંગીએ છીએ. કારણ કે પ્રોફેશનલ અને વ્યક્તિગત રીતે દરેક માણસ ઓળખવું જરૂરી છે. ત્યારે HD ન્યુઝ આજે CP જીએસ મલિકના અંગત સ્વભાવને ઓળખવામાં સફળ થયું છે. જાણીએ પોલીસ કમિશનરના ઉમદા સ્વભાવ અને માનવતાના ધોરણે માત્ર જનતામાં નહીં પરંતુ અમદાવાદ શહેર પોલીસના નાના કર્મચારીઓમાં પણ લોકપ્રિય બની રહ્યા છે.

કાયદો વ્યવસ્થા અને શાંતિ સ્થાપવા માટે સતત સક્રિય
અમદાવાદ શહેરના પૂર્વ કમિશનર શ્રીવાસ્તવના નિવૃત્ત થયા બાદ રાજ્ય સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં પોતાના કામને લઈને જાણીતા એવા આઇપીએસ અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિકને વિશ્વ લેવલે ઉભરતા એવા અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થા અને શાંતિ સ્થાપવા માટે શહેર પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરાયા. જે બાદ અમદાવાદ શહેરમાં ક્રાઈમથી લઈને તમામ જવાબદારીઓમાં કમિશનર જીએસ મલિક ખરા ઉતર્યા છે. માત્ર કાયદો વ્યવસ્થાની પરતું આર્થિક, સામાજિક, શૈક્ષણિક, ઔદ્યોગિક દ્રષ્ટિએ અમદાવાદની જનતાને ન્યાય મળે તેવા અસંખ્ય પ્રયાસો કર્યા છે. ત્યારે આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ શહેરમાં કામ કરતાં નાના કર્મચારીઓની કમિશનર જીએસ મલિક કઈ રીતે ધ્યાન રાખે છે? શહેરના આઇપીએસ ઓફિસરથી લઈને નાનામાં નાના કર્મચારીની આર્થિક સ્થિતિ આરોગ્ય સ્થિતિ અને સામાજિક સ્થિતિનું ધ્યાન રાખે છે. પોલીસ કર્મચારીઓ સારું કામ કરે છે તો તેમને તેમના ઘરે જઈને પ્રોત્સાહન આપે છે આત્મવિશ્વાસ દ્રઢ કરે છે.

 

મદદની જરૂર પડે તો માત્ર એક મિસ કોલ કરજો
ત્યારે એવો જ એક વધુ કિસ્સો અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઓફિસની રીડર શાખામાં કામ કરતા એએસઆઈ રામસિંગ વસાવા જેઓ હાલમાં જ કેન્સર સામે જિંદગીની જંગ જીતીને આવ્યા છે. તેમનો ખરો વિજય થયો છે આ વાતની જાણ થતા જ પોલીસ કમિશનર જીએસ મલિક નવી ઓઢવ પોલીસ લાઈનમાં રહેતા એએસઆઈ રામસિંગ વસાવાના ઘરે તેમના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા. અને તેમના પરિવારને ભરોસો આપતા કહ્યું હતું કે કોઈપણ સમયે અમારી મદદની જરૂર પડે તો મને માત્ર એક મિસ કોલ કરજો. તમારી સાથે માત્ર હું નહીં પરંતુ સમગ્ર અમદાવાદ શહેર પોલીસની ટીમ ઉભી રહેશે. આ વાતનો વિશ્વાસ મળતા જ એએસઆઈ રામસિંગ વસાવા અને તેમનો પરિવાર ભાવવિભોર થયું હતું. પોતે ગુજરાત પોલીસમાં કામ કરતા હોય તેવી ગર્વની લાગણી મહેસૂસ કરી હતી.

તો આવા છે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જીએસ મલિક કે જેઓ માત્ર અમદાવાદ શહેરની જનતાનું નહીં પરંતુ પોતાના તાબાની હેઠળ કામ કરતા તમામ પોલીસ કર્મચારીઓના દિલમાં અંગત સ્થાન ધરાવે છે.

Back to top button