ગુજરાતટ્રેન્ડિંગ

દ્વારકાથી અમદાવાદ આવતી પોલીસ કારને અકસ્માત, 1 કર્મચારીનું મૃત્યુ

Text To Speech
  • ઇજાગ્રસ્તોને બાવળા 108 મારફ્તે સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા
  • પોલીસે અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે
  • અન્ય બેને ઈજાઓ થતા અમદાવાદની હોસ્પિટલમાં રીફર કરાયા

દ્વારકાથી અમદાવાદ આવતી પોલીસ કારને અકસ્માત થયો છે. જેમાં એક કર્મચારીનું મૃત્યુ થયુ છે. બાવળા સાણંદ ચોકડી પર ગુરુવાર મોડી રાતે દોઢ વાગ્યાની આસપાસના અરસામાં દ્વારકાથી અમદાવાદ ખાતે કોર્ટના કામે જતી પોલીસ કારને અકસ્માત નડયો હતો. જેમાં 1 કર્મીનું મોત થયું હતું. જ્યારે અન્ય બેને ઈજાઓ થતા અમદાવાદની હોસ્પિટલમાં રીફર કરાયા હતા.

આ પણ વાંચો: ગુજરાત: રાજ્યના રેશનકાર્ડધારકો માટે મહતત્વના સમાચાર

ઇજાગ્રસ્તોને બાવળા 108 મારફ્તે સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા

વધુમાં પ્રાપ્ત વિગત મુજબ ગુરૂવારે દ્વારકા ખાતે પોલીસ મથકે ફરજ બજાવતા ચાર પોલીસ જવાનો અમદાવાદ હાઇકોર્ટ ખાતે શુક્રવારે મુદ્દત હોવાથી પોલીસ કાર લઈ અમદાવાદ જવા નીકળ્યા હતા. મોડી રાત્રીના 1.30 વાગ્યા નજીક તેઓ બાવળા બ્રિજ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે હાઇવે પર બાવળા – સાણંદ ચોકડી પર ડીવાઈડર સાથે તેમની કાર અચાનક અથડાઈ હતી. અકસ્માત સર્જાતા રાત્રિ દરમિયાન હાઇવે પર લોકો એકત્ર થયા હતા. બનાવ અંગે બાવળા પોલીસ મથકે જાણ થતા પીઆઈ સહિતનો સ્ટાફ્ હાઇવે પર આવી પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્તોને બાવળા 108 મારફ્તે સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા.

અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી

સારવાર દરમિયાન કોન્સ્ટેબલ ભોપાભાઈ છગાભાઈ બાવૈયા (ઉ.વ.32)નું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે કોન્સ્ટેબલ હરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા(34) અનેદિલીપસિંહ હરિસિંહ જાડેજા(35)ને ગંભીર ઈજાઓ હોવાથી વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે જાણ થતાં જિલ્લા એસપી અને દ્વારકાના ડીવાયએસપી બાવળા આવી પહોંચ્યા હતા. બાવળા પોલીસ દ્વારા મૃતક કોન્સ્ટેબલનું પીએમ કરાવી અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

Back to top button