બનાસકાંઠા : ડીસાના કુચાવાડા હાઇવે પરથી પોલીસે દારૂ સહિત કુલ રૂ 3,85,680 નો મુદ્દા માલ સાથે બે શખ્સોની કરી અટકાયત


- દારૂ સહિત કુલ રૂ.3,85,680 નો મુદ્દામાલ જપ્ત
બનાસકાંઠા 14 ઓગસ્ટ 2024 : બનાસકાંઠા એલસીબી પોલીસે રાજસ્થાન તરફથી દારૂ ભરીને આવી રહેલી કારને ડીસા મંડળ હાઈવે પર કુચાવાડા ત્રણ રસ્તા પાસે ઝડપી લીધી હતી. પોલીસે દારૂ સહિત કુલ ₹3,85,680 નો મુદ્દા માલ જપ્ત કરી બે શખ્સોની અટકાયત કરી છે.
બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને રાજસ્થાનના મંડાર તરફથી દારૂ ભરીને એક કાર ડીસા તરફ આવી રહી હોવાની બાતમી મળી હતી.જેથી એલસીબીના પીએસઆઇ એસ.બી. રાજગોર સ્ટાફના નરેશભાઈ, મુકેશભાઈ, મહેશભાઈ, કાનસિંહ, અલ્પેશભાઈ સહિતની ટીમે ડીસા તાલુકાના કુચાવાડા ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી દારૂ ભરી આવી રહેલી ગાડીને રોકાવી તેમાં તપાસ કરતા અંદરથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, કાર તેમજ મોબાઈલ સહિત કુલ રૂ. 3,85,680નો મુદ્દા માલ જપ્ત કરી કાર ચાલક સુરેશ હરિરામ વણઝારા અને બાજુમાં બેઠેલ રમેશ બાબુલાલ વણઝારા ને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર વિજયજી ઠાકોર સામે ડીસા તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : LCBની ટીમે ડીસાના માલગઢમાંથી રૂ. ૧,૬૩,૧૦૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા સાત શખ્સોને ઝડપ્યા