- સોલામાંથી અઠવાડિયા પહેલા પકડાયેલ રિવોલ્વર કૌભાંડનો પર્દાફાશ
- ઓગળજ સર્કલ પાસે પ્રતીક ચૌધરીને લાઇસન્સ વગર હથિયાર વેચતો
- પ્રતીકના ઘરે સર્ચ કરતા રૂ.2.5 લાખ કિંમતની 3 રિવોલ્વર મળી
અમદાવાદમાં લાઇસન્સ વગર હથિયાર વેચવાના કૌભાંડમાં પોલીસે ત્રણ આરોપી ઝડપ્યા છે. જેમાં સોલા રિવોલ્વર કૌભાંડમાં જમ્મુ કાશ્મીરમાંથી 3 આરોપી પકડાયા છે. આરોપી પ્રતીકના ઘરે રેડ કરતા 3 રિવોલ્વર ઝડપાઇ હતી. જેમાં ઇડરમાં ગુનો નોંધ્યો છે. ત્રણેયએ ગુજરાતમાં કોને હથિયાર વેચ્યા છે તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે. તેમજ સોલા પોલીસે હથિયાર ખરિદનાર છ શખ્સોને પણ ઝડપી પાડયા હતા.
આ પણ વાંંચો: ગુજરાતમાં 6 દિવસ વરસાદી માહોલ જામશે, જાણો કયા ખાબકશે મેઘો
સોલામાંથી અઠવાડિયા પહેલા પકડાયેલ રિવોલ્વર કૌભાંડનો પર્દાફાશ
સોલામાંથી અઠવાડિયા પહેલા પકડાયેલ રિવોલ્વર કૌભાંડમાં પોલીસે જમ્મુ-કાશ્મીરમાંથી ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. આટલુ જ નહીં, મુખ્ય આરોપી પ્રતિક ચૌધરીના ઇડરમાં આવેલા ઘરે પોલીસે સર્ચ કરતા વધુ એક હથિયાર પકડાયુ હતુ. જેથી ઇડર પોલીસે પણ તેની વિરૂદ્ધ વધુ એક ગુનો આર્મ્સ એક્ટ મુજબ નોંધ્યો હતો. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરમાંથી પકડાયેલ બે આરોપીઓએ ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં ક્યાં ક્યાં હથિયારો આપ્યા છે તેની તપાસ કરાશે.
આ પણ વાંંચો: ગાંધીનગર: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઈન્ડિયા મેડટેક એક્સ્પોની મુલાકાત લીધી
ઓગળજ સર્કલ પાસે પ્રતીક ચૌધરીને લાઇસન્સ વગર હથિયાર વેચતો
ઓગળજ સર્કલ પાસે પ્રતીક ચૌધરીને લાઇસન્સ વગર હથિયાર વેચતા સોલા પોલીસે ઝડપી પાડયો હતો. બાદમાં આરોપીએ તેના મિત્ર બિપીન મિસ્ત્રી સાથે મળીને 10થી વધુ હથીયારો વેચ્યા હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે બિપીનની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં સામે આવ્યુ કે, પ્રતીક અગાઉ આસામ રાઇફલ્સમાં ફરજ બજાવતો હતો તેણે બે વર્ષ પહેલા જ રાજીનામુ આપી દીધું હતું. જમ્મુ કાશ્મીરમાં રહેતા રસપલ્લા પણ તેની સાથે આસામ રાઇફલ્સમાં નોકરી કરતો હતો. જો કે, હાલમાં રસપલ્લા નિવૃત્ત છે તે નિવૃત્ત આર્મી જવાનોના હથિયાર લાયસન્સ રિન્યૂ કરવાના કામકાજ કરે છે. તે હથિયાર ખરીદીને પ્રતિકને આપતો હતો. આથી સોલા પોલીસે ઇડર પોલીસને જાણ કરીને પ્રતીકના ઘરે સર્ચ કરાવતા તેના ઘરેથી 2.5 લાખ કિંમતની 3 રિવોલ્વર મળી આવી છે. જેથી સોલા પોલીસે હથિયાર ખરિદનાર છ શખ્સોને પણ ઝડપી પાડયા હતા.