અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં લગ્ન પ્રસંગે આતંક મચાવનાર સાત કિન્નરોની પોલીસે કરી અટકાયત

Text To Speech

અમદાવાદ, 29 નવેમ્બર, અમદાવાદના ઘણા વિસ્તારમાં કિન્નરોની દાદાગીરી સામે આવી છે. અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં આવેલા રાધે બંગ્લોઝમાં રહેતા રહીશોને કિન્નરોનો કડવો અનુભવ થયો છે. કારણ કે બુધવારે 27મી નવેમ્બરે ખોખરા વિસ્તારમાં આવેલા રાધે બંગ્લોઝમાં પચાસથી વધુ કિન્નરોનું ટોળું બળજબરીપૂર્વક સોસાયટીમાં ઘૂસી આવ્યું હતું, અને બક્ષિસના નામે પૈસાની ઉઘરાણી માટે જબરદસ્તી કરવા લાગ્યા હતા. જેનો સ્થાનિક રહીશોએ વિરોધ કરતા કિન્નરો બળજબરી કરી મારામારી પર ઉતરી આવ્યા હતા. પોલીસે આ મામલે આંતક મચાવનાર આ 7 કિન્નરોની ધરપકડ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

અમદાવાદમાં આવેલા ખોખર વિસ્તારમાં આવેલા રાધે બંગ્લોઝમાં 50 થી વધુ કિન્નરોનું ટોળું ઘૂસી આવી પૈસાની ઉઘરાણી કરવાનું ચાલુ કર્યું હતું. અને બક્ષીસના નામે જબરદસ્તી કરવા લાગ્યા હતા. સોસાયટીના રહીશો દ્વારા ઇચ્છા અનુસાર આપેલી બક્ષિસનો અસ્વીકાર કરી વધુ રૂપિયાની માંગણી કરી હતી, જેનો સ્થાનિક રહીશોએ વિરોધ કરતા કિન્નરો બળજબરી કરી મારામારી પર ઉતરી આવ્યા હતા.

કિન્નરોની વારંવારની દાદાગીરીથી કંટાળી રહીશોએ વિરોધ કરવાનું ચાલુ કર્યું હતું. મામલો એ હદ સુધી આગળ વધી ગયો હતો કે કિન્નરો બળજબરી કરી મારામારી પાર ઉતરી આવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારબાદ સોસાયટીના રહીશો કિન્નરોના ત્રાસથી કંટાળીને ખોખરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા પહોંચ્યા હતા. અને રહીશોએ માંગ કરી હતી કે પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરે.

આ પણ વાંચો….સોમનાથ મંદિર દ્વારા આપવામાં આવેલા પ્રસાદ અને વસ્ત્રોનું વિતરણ થયું

Back to top button