સુરત શહેરમાં પોલીસ અને સરકારી કર્મચારી સાયબર ક્રાઇમના શિકાર બન્યા
- પોલીસે ઠગાઇનો ગુનો નોંધી મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી
- પીએલસીયુ કોઈનના નામે પોલીસકર્મી સહિત બાર જેટલા લોકો છેતરાયા
- કંપનીમાં રૂપિયા રોકાણ કરાવી પરત નહીં આપવા બાબતે છેતરપિંડી ફરિયાદ થઇ
સુરત શહેરમાં પોલીસ અને સરકારી કર્મચારી સાયબર ક્રાઇમના શિકાર બન્યા છે. જેમાં સુરતમાં સરકારી અધિકારીઓ સાઈબર ક્રાઈમનો શિકાર બનતા સામાન્ય લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેમાં PLC ULTIMA કોઈનમાં રોકાણ કરતા રૂપિયા 59 લાખ ગુમાવ્યા છે. તેમાં 12 લોકો સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. તેમાં પોલીસ, ફાયર વિભાગના કર્મચારી પણ સામેલ છે.
પીએલસીયુ કોઈનના નામે પોલીસકર્મી સહિત બાર જેટલા લોકો છેતરાયા
સુરત શહેરમાં પોલીસ અને સરકારી કર્મચારી સાયબર ક્રાઇમના શિકાર બન્યા છે. સુરતમાં પીએલસીયુ અલ્ટિમા કંપનીના નામે રૂપિયા પડાવતા ત્રણ આરોપીઓને સાયબર પોલીસે ઝડપી પાડ્યા છે. માત્ર એક વર્ષમાં મૂળ રકમના ત્રણ ગણા પૈસા કરી આપવાની લાલચ આપી ઠગબાજ સંચાલકોએ પીએલસીયુ કોઈનના નામે પોલીસકર્મી સહિત બાર જેટલા લોકો પાસેથી કુલ રૂપિયા 59.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારોમાંથી ત્રણ દિવસમાં રૂ.30.21 કરોડના માદક દ્રવ્યો કબજે કરાયા
કંપનીમાં રૂપિયા રોકાણ કરાવી પરત નહીં આપવા બાબતે છેતરપિંડી ફરિયાદ થઇ
સુરતમાં પુણાગામ શિવમ કોમ્પ્લેક્ષમાં રહેતા મૂળ ભાવનગર અને સુરત પોલીસ હેડ કવાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભવાનસિંહ ભુપતસિંહ મોરીએ અડાજણ સંજીવકુમાર ઓડીટોરીયમ હોલની બાજુમાં ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં આવેલ પીએલસીયુ-અલ્ટીમા કંપનીના સંચાલક વિનોદ હરીલાલ નિશાદ, અમર વાધવા, અમરજીત નિશાદ, સુનિલ મોર્યા અને પંપાદાસ નામની મહિલા સામે PLCU કંપનીમાં રૂપિયા રોકાણ કરાવી પરત નહીં આપવા બાબતે છેતરપિંડી ફરિયાદ નોંધાવી છે. જોકે, બાદમાં લોકોને ઠગાઇનો ભોગ બન્યાની જાણ થતાં તેઓએ સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઇનો ગુનો નોંધી મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક ફાયર બી વિભાગનો કર્મચારી હોવાનું સામે આવ્યું છે.