ઉત્તર ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યની ચેકપોસ્ટ પર પોલીસ એલર્ટ

Text To Speech

પાલનપુર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરાયુ છે.જેમાં રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું બારીકાઈથી ચેકીંગ કરી ગુજરાતમાં પ્રવેશ અપાઈ રહ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા પોલીસે એલર્ટ મોડમાં આવી છે. રાજસ્થાન તરફથી કોઈપણ પ્રકારના કેફી દ્રવ્યો ,દારૂ કે પછી અન્ય કોઈ પદાર્થ ગુજરાતમાં ઘુસાડવામાં ન આવે તે માટે બનાસકાંઠા પોલીસે રાજસ્થાનને જોડતા જિલ્લાના 7 મુખ્ય માર્ગો અને અન્ય 23 નાના માર્ગો સહિત 30 માર્ગો ઉપર ચેકપોસ્ટ ઉભી કરીને રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું ચેકીંગ કરાઈ રહ્યું છે. જોકે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા દ્વારા રાજસ્થાન ગુજરાતને જોડતી અમીરગઢ, ગુંદરી, થરાદ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરવાની સૂચના અપાઇ છે. જ્યારે એસપી અમીરગઢ બોર્ડર પર પહોંચ્યા હતા. અને રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું બનાસકાંઠા પોલીસ સહિત આઇટીબીપીના જવાનોને પણ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ માટે તૈનાત કરાયા છે.

આ પણ વાંચો : રાજકોટ જિલ્લાની 8 બેઠક પર 23 લાખ મતદાર, 13 હજારથી વધુ સરકારી કર્મીઓ ચૂંટણી ડ્યૂટી માટે તહેનાત; 2253 મતદાન કેન્દ્ર તૈયાર કરાશે

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યની ચેકપોસ્ટ પર પોલીસ એલર્ટ- humdekhengenews

જ્યારે રાજસ્થાન તરફથી આવતા વાહનોના ચાલકોનું બ્રેથ એનેલાઈઝર મશીનથી તેવો દારૂ પીધેલ હાલતમાં છે કે નહીં તેની તપાસ હાથ ધરી હતી.  ઉલ્લેખનીય છે કે ચૂંટણી સમયે રાજસ્થાન માંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ ઠલવાતો હોય છે. ત્યારે આ વખતે કોઈ બુલટેગરો સક્રિય થઈ ગુજરાતમાં દારૂ ન ઘુસાડે તે માટે જિલ્લા પોલીસ તમામ બોર્ડરો ઉપર સઘન ચેકિંગ હાથ ધરી રહી છે.

Back to top button