ગુજરાત

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને પોલીસનો એક્શન પ્લાન તૈયાર

Text To Speech
  • રથયાત્રામાં સૌપ્રથમવાર ડ્રોન માટે વપરાશે એન્ટિ ડ્રોન ગન
  • રથયાત્રાના બંદોબસ્તમાં 2500 પોલીસ જવાનો તૈનાત રહેશે
  • પોલીસ યુનિફોર્મમાં ટી-શર્ટ, કાર્ગો પેન્ટ અને કેન્વાસના શૂઝ

અમદાવાદની રથયાત્રાના રૂટ પર સૌપ્રથમવાર એન્ટિ ડ્રોન ગનનો ઉપયોગ થશે. તથા મૂવિંગ બંદોબસ્તમાં 2,500 પોલીસ જવાનો ખડેપગે રહેશે. સાથે જ ક્રાઇમ બ્રાન્ચના જવાનો ટી-શર્ટ, કાર્ગો પેન્ટ અને કેન્વાસના શૂઝમાં તૈનાત રહેશે.

આ પણ વાંચો:  બિપોરજોય વાવાઝોડાને પગલે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ 

પોલીસ ડ્રોન સિવાય પણ અન્ય ડ્રોન ન આવે તે માટે તૈયારી

રથાયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રથયાત્રામાં રૂટ પર પોલીસ ડ્રોન સિવાય પણ અન્ય ડ્રોન ન આવી જાય તે માટે સૌપ્રથમવાર એન્ટિ ડ્રોન ગનનો પણ ઉપયોગ કરવામાં આવશે. તેમજ આ વર્ષે ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓ માટે ખાસ યુનિફેર્મ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેમાં ટી-શર્ટ, કાર્ગો પેન્ટ અને કેન્વાસના શૂઝ યુનિફોર્મમાં રહેશે. તેમજ રથયાત્રામાં મૂવિંગ બંદોબસ્તમાં 2500 પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં જુલાઈથી રેશનકાર્ડ ધારકોને મળશે આ ફાયદો 

146મી રથયાત્રાને લઇને પોલીસનો એક્શન પ્લાન તૈયાર

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને પોલીસનો એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેમાં આ વર્ષે સૌપ્રથમવાર એન્ટિ ડ્રોન ગનનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ મૂવિંગ બંદોબસ્તમાં 16 એસીપી, 45 પીઆઇ, 130 પીએસઆઇ, સહિત 2500 પોલીસ જવાનો ખડેપગે રહેશે.

આઇડીકાર્ડમાં ક્યુઆર કોડ પણ લગાવવામાં આવ્યા

દરવર્ષે પોલીસ જવાનોનો આઇકાર્ડ બનાવી આપવામાં આવે છે. પરંતુ તેનું કોઇ ડુપ્લિકેટ આઇકાર્ડ સાથે બંદોબસ્તમાં ન ઘૂસે તે માટે આઇડીકાર્ડમાં ક્યુઆર કોડ પણ લગાવવામાં આવ્યા છે. તેમજ થ્રીડી કેમેરા દ્વારા લાઇવ મોનિટરિંગ કરવામાં આવશે. તેમજ ડ્રોનની લાઇવ ફીડ મારફ્તે સમગ્ર રથયાત્રા પર નજર રાખવામાં આવશે. આ ઉપરાંત રથયાત્રામાં પોલીસ ડ્રોન સિવાય અન્ય ડ્રોન દેખાશે તો તેને એન્ટિ ડ્રોન ગન દ્વારા પાડી દેવામાં આવશે. તેમજ રથયાત્રા દરમ્યાન સ્થાનિક વિસ્તારમાં કોઇ પણ વ્યક્તિને મેડિકલ ઇમરજન્સીની જરૂર પડશે તો પોલીસ તેની ગાડીમાં બેસાડીને જે-તે વ્યક્તિને હોસ્પિટલ સુધી પહોંચાડશે.

Back to top button