- શહેરીજનો રાત્રે 11.55 થી 12.30 સુધી ફ્ટાકડા ફોડી શકશે
- જાહેર માર્ગો અને સાઇલેન્ટ ઝોનમાં ફ્ટાકડા ફોડવા પર પ્રતિબંધ
- શહેરમાં 17 જેટલા પાર્ટી પ્લોટ અને ક્લબોમાં થર્ટી ર્ફ્સ્ટની ઉજવણી થશે
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને થર્ટી ર્ફ્સ્ટ નિમિત્તે પોલીસનો એક્શન પ્લાન તૈયાર છે. જેમાં શહેરીજનો નવા વર્ષની ઉજવણીમાં રાત્રે માત્ર 35 મિનિટ ફટાકડા ફોડી શકશે. તેમજ કાર્નિવલમાં પોલીસ ત્રણ શિફ્ટમાં રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્તમાં તૈનાત રહેશે. તથા હાલમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવમાં પોલીસે 39 લોકોને ઝડપીને કેસ કર્યા છે.
આ પણ વાંચો: ગુજરાતના 90 હજાર વિદ્યાર્થીઓની ઉત્તરાયણ બગડી, જાણો કેમ
શહેરીજનો રાત્રે 11.55 થી 12.30 સુધી ફ્ટાકડા ફોડી શકશે
નવા વર્ષની ઉજવણીમાં શહેરીજનો રાત્રે 11.55 થી 12.30 સુધી ફ્ટાકડા ફોડી શકશે. જેમાં જાહેર માર્ગો અને સાઇલેન્ટ ઝોનમાં ફ્ટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરમાં નવા વર્ષની ઉજવણી અને કાંકરિયા કાર્નિવલને લઇને પોલીસ એલર્ટ થઇ ગઇ છે. જેમાં કાંકરિયામાં સાત ગેટ પરથી એન્ટ્રી આપવામાં આવશે. તેમજ ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. ત્યારે દરેક ગેટ પર છેડતીના બનાવો રોકવા મહિલા શી ટીમ તૈનાત રાખવામાં આવશે. તેમજ સવારે 10 થી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.
શહેરમાં 17 જેટલા પાર્ટી પ્લોટ અને ક્લબોમાં થર્ટી ર્ફ્સ્ટની ઉજવણી થશે
શહેરમાં થર્ટી ર્ફ્સ્ટ અને કાંકરિયા કાર્નિવલને લઇને પોલીસનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં શહેરમાં 17 જેટલા પાર્ટી પ્લોટ અને ક્લબોમાં થર્ટી ર્ફ્સ્ટની ઉજવણી કરવામાં આવશે. ત્યારે કાંકરિયા કાર્નિવલમાં 2 ડીસીપી, 6 એસીપી, 16 પીઆઇ, 63 પીએસઆઇ, 13 મહિલા પીએસઆઇ, 760 પોલીસ જવાનો, 250 મહિલા પોલીસ, એસઆરપીની એક કંપની અને 150 હોમગાર્ડ જવાનો બંદોબસ્તમાં રહેશે. ત્યારે ટ્રાફ્કિની સમસ્યા ન સર્જાય તે માટે એક જેસીપી, બે ડીસીપી, એક એસીપી, બે પીઆઇ, બે પીએસઆઇ સહિત 350 ટ્રાફ્કિ જવાનો તૈનાત રહેશે. તેમજ ત્રણ શિફ્ટમાં પોલીસે રાઉન્ડ ઘ ક્લોક બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવશે.