અમિત શાહના એડિટેડ વીડિયો પર પોલીસની કાર્યવાહી: ગૃહ મંત્રાલયની ફરિયાદ પર નોંધાઈ FIR
- પોલીસ દ્વારા વીડિયો અંગે એક્સ અને ફેસબુકને પત્ર લખીને કયા એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો તેની માહિતી માંગવામાં આવી
નવી દિલ્હી, 29 એપ્રિલ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હાલ એક એડિટેડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દિલ્હી પોલીસે આ અંગે FIR નોંધી છે તેમજ એડિટેડ વીડિયો અંગે એક્સ અને ફેસબુકને પત્ર લખવામાં આવ્યો છે. પોલીસે બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી માહિતી માંગી છે કે, આ એડિટેડ વીડિયો કયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસને ગૃહમંત્રીના આ એડિટેડ વીડિયોને લઈને 2 ફરિયાદો મળી હતી. જેમાં એક ફરિયાદ ભાજપ દ્વારા કરવામાં આવી હતી જ્યારે બીજી ફરિયાદ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. ફરિયાદ પર દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ સાયબર વિંગ IFSO યુનિટે FIR નોંધી છે.
Delhi Police Special Cell files FIR for posting, circulating doctored video of HM Amit Shah on abolishing reservation.
Thoes running X and other social media handles will be covered under this including those who later deleted it. pic.twitter.com/TCpP6Zv1Jy
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 28, 2024
અમિત શાહના આ વીડિયોને તેમના મૂળ વીડિયો સાથે છેડછાડ કરીને એડિટ કરવામાં આવ્યો છે. આ પછી એડિટેડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, ગૃહમંત્રીને SC/ST અને OBC માટે અનામત પર ટિપ્પણી કરતા સાંભળી શકાય છે. ભાજપ અને ગૃહ મંત્રાલયની ફરિયાદ પર દિલ્હી પોલીસે IPCની કલમ 153/153A/465/469/171G અને IT એક્ટની કલમ 66C હેઠળ કેસ નોંધ્યો છે.
ભાજપે આ વીડિયોને ફેક ગણાવ્યો
પોલીસને આપેલી ફરિયાદમાં ભાજપે કહ્યું છે કે, ‘અમિત શાહે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત ખતમ કરવા અંગે કંઈ કહ્યું નથી. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે નકલી છે.’ ભાજપે આક્ષેપ કર્યો હતો કે, મૂળ વીડિયોમાં અમિત શાહે તેલંગાણામાં મુસ્લિમો માટે “ગેરબંધારણીય” અનામત હટાવવાની વાત કરી હતી. ઝારખંડ કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X(ટ્વિટર) પર એક પોસ્ટ કરી હતી. તેમાં લખ્યું હતું કે, ‘અમિત શાહનું ચૂંટણી ભાષણ વાયરલ થયું છે, જેમાં તેમણે કહ્યું હતું કે જો બીજેપીની સરકાર ફરીથી બનશે તો OBC અને SC/ST અનામત નાબૂદ કરવામાં આવશે.’
અમિત માલવિયાએ કોંગ્રેસ પર લગાવ્યો આરોપ
બીજેપી નેતા અમિત માલવિયાએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ એક એડિટેડ વીડિયો વાયરલ કરી રહી છે, જે સંપૂર્ણ રીતે નકલી છે. જેના કારણે મોટા પાયે હિંસા થવાની આશંકા છે. આના આધારે ગૃહમંત્રી અમિત શાહે મુસ્લિમોને અપાયેલી ગેરબંધારણીય અનામત હટાવવાની વાત કરી છે. SC/ST અને OBCનો હિસ્સો ઘટાડ્યા બાદ આ નકલી વિડિયો કોંગ્રેસના ઘણા નેતાઓએ શેર કર્યો છે, હવે તેઓએ કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહેવું જોઈએ.
આ પણ જુઓ: બિકીની પહેરીને વિદેશી મહિલાઓએ ઋષિકેશ ખાતે ગંગામાં ડૂબકી લગાવી, વિવાદ બાદ વીડિયો વાયરલ