- એસ.જી. હાઈવે, સી.જી. રોડ, નારણપુરા ખાતે ડ્રાઈવ શરૂ કરવામાં આવશે
- જો કોઈ પણ વ્યક્તિએ વ્હિકલ આડેધડ પાર્ક કર્યું હશે તો તેને ટોઈંગ કરવામાં આવશે
- અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકા સંયુક્ત રીતે આ કાર્યવાહી કરશે
અમદાવાદમાં પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઈવ શરૂ થઇ છે. જેમાં નિયમ તોડનાર સામે કાર્યવાહી થશે. તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ શહેરમાં પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ત્યારે સમગ્ર શહેરમાં પોલીસની ડ્રાઇવ શરૂ થવાની છે.
એસ.જી. હાઈવે, સી.જી. રોડ, નારણપુરા ખાતે ડ્રાઈવ શરૂ કરવામાં આવશે
ટ્રાફિક વિભાગનાં પોલીસ વડા એન.એન.ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરનાં એસ.જી. હાઈવે, સી.જી. રોડ, નારણપુરા ખાતે ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. જો કોઈ પણ વ્યક્તિએ વ્હિકલ આડેધડ પાર્ક કર્યું હશે તો તેને ટોઈંગ કરવામાં આવશે. તથ્ય અકસ્માત કેસ મામલે ટ્રાફિક પોલીસ દ્વારા આજે ચાર્જશીટ કરવામાં આવશે. તેમજ RTO દ્વારા લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે. તેમજ 17 સાક્ષીઓ અને સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે અને 308 હેઠળ તથ્ય સામે ગુનો નોંધવામાં આવશે.
અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકા સંયુક્ત રીતે આ કાર્યવાહી કરશે
રોંગ સાઇડમાં વાહન ચલાવનારા અને ગેરકાયદેસર પાર્કિંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. આજે સવારે 11 વાગ્યાથી ટ્રાફિક ડ્રાઇવ શરૂ થવાની છે. જેમાં ગેરકાયદેસર પાર્કિગ કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત રોંગ સાઇડમાં વાહન ચલાવનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકા સંયુક્ત રીતે આ કાર્યવાહી કરશે તેવું જણાવવામાં આવ્યું છે.
ઝુંબેશમાં AMC ને સાથે રાખીને દબાણ પણ દૂર કરવામા આવશે
ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના બાદ પોલીસે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી શરૂ કરી છે. આજથી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરનાં વાહનોની અવર જવરથી ધમધમતા વિસ્તારોમાં સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવનાર છે. ત્યારે 3 દિવસ સુધી ટ્રાફિક નિયમનને લઈને ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ત્યારે આ ઝુંબેશમાં AMC ને સાથે રાખીને દબાણ પણ દૂર કરવામા આવશે.