ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

Poco X5 5Gનું આ દિવસે શરૂ થશે વેચાણ, જાણો- કિંમત અને ફીચર્સ

Text To Speech

ગયા મહિને પોકોએ X5 Pro લોન્ચ કર્યો હતો. હવે કંપનીએ માર્કેટમાં Vanilla Poco X5 5G લોન્ચ કર્યું છે. આ 5G સ્માર્ટફોનમાં સુપર AMOLED પેનલ છે, જે 1200 nits પીક બ્રાઇટનેસ સાથે આવે છે. ફોનમાં તમને ટ્રિપલ કેમેરા સેટઅપ અને ક્વાલકોમનો સ્નેપડ્રેગન ચિપસેટ મળશે. ફોનને બજેટ સેગમેન્ટમાં જ રજૂ કરવામાં આવ્યો છે. ચાલો તેની કિંમત અને અન્ય ફીચર્સ જોઈએ.

Poco X5 5G Smartphone

Poco X5 5Gના ફીચર્સ

  • ડિસ્પ્લે: FHD+ રિઝોલ્યુશન સાથે 6.7-ઇંચ વોટર-ડ્રોપ નોચ ડિસ્પ્લે
  • પ્રોસેસર: ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 695 ઓક્ટા-કોર SoC
  • રેમ અને સ્ટોરેજ: 6GB/8GB RAM અને 128GB/256GB ઇન્ટરનલ સ્ટોરેજ
  • ચાર્જિંગ: 33W ફાસ્ટ ચાર્જિંગ
  • બેટરી: 5,000mAh
  • ઓપરેટિંગ સિસ્ટમ: એન્ડ્રોઇડ 12 ઓએસ
  • કનેક્ટિવિટી: ડ્યુઅલ-સિમ 5G, Wi-Fi 6 અને બ્લૂટૂથ 5.1

Poco X5 5Gમાં સુપર AMOLED પેનલ આપવામાં આવી છે, જેમાં 120Hz રિફ્રેશ રેટ અને 240Hz ટચ સેમ્પલિંગ રેટ ઉપલબ્ધ છે. આ સાથે 1200 nits પીક બ્રાઈટનેસ, 100 ટકા DCI-P3 કલર ગમટ અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે. ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે, જેમાં 48MP મુખ્ય લેન્સ, 8MP અલ્ટ્રા વાઇડ લેન્સ અને 2MP મેક્રો સેન્સરનો સમાવેશ થાય છે. સેલ્ફી માટે ફોનમાં 13MP ફ્રન્ટ કેમેરા છે. તેમાં 3.5mm હેડફોન જેક પણ છે.

Poco X5 5G કિંમત

Poco X5 5G ભારતમાં બે વેરિયન્ટ્સમાં લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં 6GB + 128GB અને 8GB + 256GB વેરિઅન્ટનો સમાવેશ થાય છે. બંને વેરિઅન્ટની કિંમત અનુક્રમે 18,999 રૂપિયા અને 20,999 રૂપિયા છે. ફોનને ત્રણ કલર ઓપ્શન સુપરનોવા ગ્રીન, વાઇલ્ડકેટ બ્લુ અને જગુઆર બ્લેકમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનનું વેચાણ 21 માર્ચથી શરૂ થશે. લોન્ચ ઓફર હેઠળ ફોન પર ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે.

Smartphone Poco X5 5G

iPhone 14નું નવું કલર વેરિઅન્ટ

આઈફોન 14 અને આઈફોન 14 પ્લસનો યલો કલર વેરિઅન્ટ ભારતીય બજારમાં આવી ગયો છે. આ વેરિઅન્ટ પણ વેચાણ માટે ઉપલબ્ધ થઈ ગયું છે. જો તમે iPhone 14 લેવાનું વિચારી રહ્યા છો, તો જણાવી દઈએ કે હવે કલર ઓપ્શન તરીકે તમારી સામે પીળો કલર પણ ઉપલબ્ધ છે. જો તમે યલો વેરિઅન્ટ ખરીદવા માંગો છો, તો તમે Apple Indiaની વેબસાઈટ અથવા Appleના ઓફિશિયલ સેલર્સ પર જઈ શકો છો.

Back to top button