Poco F5 આ કિંમતે થયો લૉન્ચ, જાણો- તેના Specifications અને Features
જો તમે મિડ-રેન્જ સેગમેન્ટમાં નવો સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો Pocoએ આજે ભારતમાં એક સસ્તો ફોન લોન્ચ કર્યો છે. આ તમારા માટે શ્રેષ્ઠ હોઈ શકે છે કારણ કે તેમાં Snapdragon 7+ Gen 2 ચિપસેટનો સપોર્ટ છે. તમે સ્માર્ટફોનને બે કલર ઓપ્શનમાં ખરીદી શકશો.
Poco F5 આ કિંમત
Poco F5 5G ના 8GB RAM અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂ. 29,999 છે જ્યારે ટોપ એન્ડ વેરિઅન્ટની કિંમત રૂ. 33,999 છે. આ સ્માર્ટફોનનું વેચાણ 16 મેના રોજ બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટ પર શરૂ થશે. આ સ્માર્ટફોનમાં ગ્રાહકો રેમને 19GB સુધી વધારી શકે છે. ICICI બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર મોબાઈલ ફોન પર ગ્રાહકોને 3,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, ત્યારબાદ ફોનની કિંમત અનુક્રમે 26,999 રૂપિયા અને 30,999 રૂપિયા થઈ જશે.
Poco F5 5G Specifications
Specifications વિશે વાત કરીએ તો, Poco F5માં 6.67-ઇંચ FHD Plus AMOLED ડિસ્પ્લે છે જે 120hzના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ પહેલો સ્માર્ટફોન છે જેમાં સ્નેપડ્રેગન 7મી જનરેશન ટુ ચિપસેટને સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોટોગ્રાફી માટે, તેમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે જેમાં 64MP OIS કેમેરા, 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા અને 2MP મેક્રો કેમેરા છે. ફ્રન્ટમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16MP કેમેરા આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં 67 W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન સાથે ગ્રાહકોને એક વર્ષની વધારાની ગેરંટી મળશે.
આ પણ વાંચોઃ WhatsAppમાં 2 શાનદાર ફીચર્સ આવશે, તમે આ રીતે ઉપયોગ કરી શકશો
Googleનો આ ફોન 11 મેના દિવસે લોન્ચ થશે
Google ભારતમાં 11 મેના રોજ તેનો નવો Pixel સ્માર્ટફોન Google Pixel 7a લોન્ચ કરશે. તેમાં 6.1-ઇંચની FHD પ્લસ ડિસ્પ્લે મળશે જે 90hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. ફોટોગ્રાફી માટે, તેમાં 64 + 13MPના બે કેમેરા મળશે જ્યારે Pixel 6aમાં 12.2 + 12MPના બે કેમેરા છે. નવા ફોનમાં Google Tensor G2 ચિપસેટને સપોર્ટ કરવામાં આવશે. તેની કિંમત લગભગ 45 હજાર રૂપિયા હોઈ શકે છે.