ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

છત્તીસગઢના સીતાનદી રિઝર્વમાં શિકારીઓએ હાથીઓના ગ્રુપ પર બોમ્બથી કર્યો હુમલો, જૂઓ વીડિયો

ગારિયાબંદ, 11 નવેમ્બર: છત્તીસગઢના ઉદંતી  સીતાનદી ટાઈગર રિઝર્વમાં શિકારીઓ દ્વારા શર્મનાક કૃત્ય કરવામાં આવ્યું છે. શિકારીઓએ હાથીઓના ગ્રુપ પર બોમ્બથી હુમલો કર્યો છે. આ પોટાશ બોમ્બમાં વિસ્ફોટ થવાને કારણે એક હાથીનું બચ્ચું ઘાયલ થયું છે. વન વિભાગે જણાવ્યું કે, આ ઘટના બે દિવસ જૂની છે. બે દિવસ પહેલા પોટાશ બોમ્બ બ્લાસ્ટમાં એક હાથી ઘાયલ થયો હતો. વન વિભાગે રવિવારે આ ઘટનાની પુષ્ટિ કરી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે બની હતી.

 

ઉદંતી સીતાનદી ટાઈગર રિઝર્વ મેનેજમેન્ટે શું કહ્યું?

આ ઘટના અંગે ઉદંતી સીતાનદી ટાઈગરના ડેપ્યુટી ડાયરેક્ટર વરુણ જૈને કહ્યું કે, અમને બે દિવસ પહેલા આ ઘટનાની જાણકારી મળી હતી. ત્યારથી અમે સતત હાથીને શોધી રહ્યા હતા. અમે બે દિવસ સુધી સર્ચ ઓપરેશન કર્યું હતું. રાયપુરથી ડોક્ટરોની ટીમ પણ આવી હતી અને અમારી ટાઈગર રિઝર્વ મેનેજમેન્ટ ટીમ પણ તેમાં સામેલ હતી. આજે પોટાશ બોમ્બ બ્લાસ્ટમાં હાથીનું બચ્ચું ઘાયલ થયું હોવાનું બહાર આવ્યું છે. ઘાયલ હાથી પર નજર રાખવા માટે વન વિભાગ થર્મલ ડ્રોન અને ડોગ સ્કવોડની મદદ લઈ રહ્યું છે.

 

વરુણ જૈને વધુમાં જણાવ્યું કે, અમને સીતાનદી ટાઈગર રિઝર્વ વિસ્તારમાં લોહીના કેટલાક ડાઘ મળી આવ્યા છે. જ્યારે અમે તેની તપાસ હાથ ધરી તો અમને ત્યાં પોટાશ બોમ્બનો ટુકડો મળી આવ્યો હતો. પોટાશ બોમ્બ ચાવવાને કારણે વિસ્ફોટ થયો હોવાની શક્યતા છે. હાથીના પગ અને જડબા પર ઈજાના નિશાન છે. અમે બે દિવસ સુધી ટ્રેસિંગ કર્યું અને આજે અમને જાણવા મળ્યું કે હાથીનું પાંચ વર્ષનું બચ્ચું ઘાયલ થયું હતું. જેમાં રાયપુરથી એક ટીમ આવી હતી. અમે સ્નિફર ડોગ્સનો પણ ઉપયોગ કર્યો છે. સોમવારથી હાથીની સારવાર શરૂ થશે. શિકારી વિશે સંકેત આપનારને 10,000 રૂપિયાનું ઈનામ મળશે. અમે હાથીને બેભાન પણ કરીશું અને તેની સારવાર કરીશું. આ માટે પરવાનગી માંગવામાં આવી છે.

શુક્રવારે જ કોરિયા ફોરેસ્ટ ડિવિઝનમાં એક વાઘનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. જે બાદ હવે હાથીના ઘાયલ થવાના સમાચાર છે. વન વિભાગ સતત કાર્યવાહી કરી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે છત્તીસગઢમાં જંગલી પ્રાણીઓના દુશ્મન કોણ છે. આવા દુશ્મનો સામે કાર્યવાહી કરવામાં કેટલો સમય લાગશે?

આ પણ જૂઓ: બાબા સિદ્દીકી હત્યા કેસનો મુખ્ય આરોપી ઝડપાયો, બહરાઈચથી કરાઈ ધરપકડ

Back to top button