બનાસકાંઠા : પાલનપુરમાં લુખ્ખાગીરી એ હદ વટાવી, ખાનગી આઇસીયુના તબીબ ઉપર હુમલા થી ચકચાર
- બાઈક પર આવેલા અજાણ્યા ઈસમોએ ખંડણી માટે હુમલો કર્યો હોવાની આશંકા
બનાસકાંઠા 16 જુલાઈ 2024 : પાલનપુર એરોમા સર્કલ નજીક આવેલ એક ખાનગી આઇ. સી. યુ.ના તબીબ ઉપર બે અજાણ્યા શખ્સોએ પાઇપથી હુમલો કરવામાં આવતા તબીબ ઘાયલ થતાં તબીબને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
પાલનપુર એરોમા સર્કલ નજીક આવેલા ખાનગી શ્રી આઇ. સી. યુ.ના તબીબ ભરતપુરી ગૌસ્વામી પર બે અજાણ્યા શખ્સોએ પાઇપથી હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત તબીબને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતુ કે, તબીબ ઉપર થયેલા હુમલાની ઘટનામાં બે અજાણ્યા શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુર શહેરમાં ધંધો કરવા માટે કેટલાક લોકો ખંડણી ઉઘરાવતા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે, ત્યારે આ ઘટનામાં પણ આઇસીયુ સંચાલક ઉપર ખંડણી બાબતે હુમલો કરાયા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે. ત્યારે જિલ્લા પોલીસવડા જાત તાપસ કરાવી આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.
હવે ખંડણીખોરો સામે પોલીસ ગાળિયો કસે
પાલનપુર શહેરમાં છેલ્લા કેટલાક સમય થી લુખ્ખા તત્વો ધાક ધમકીઓ આપી વેપારીઓ, નાના રેંકડી વાળાઓ પાસે થી ગેરકાયદેસર ખંડણી ઉઘરાવવા ની અનૈતિક પ્રવૃત્તિ આચરિરહ્યા છે. હવે તબીબો પાસે ખંડણી ઉઘરાવવાનું શરૂ થયું છે, જે સમાજ માટે ગંભીર બાબત કહી શકાય, જેથી જેમ વ્યાજખોરો સામે સરકારે પોલીસ ફરિયાદ કરવાનું અભિયાન ચડ્યું છે, તેમ હવે ખંડણીખોરો સામે પણ કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
આ પણ વાંચો : અમદાવાદઃ ગીર સોમનાથનાં RTI એક્ટિવિસ્ટ મહેશ મકવાણાને દાઝ રાખી લૂંટનો કેસ દાખલ કર્યો જાણો શું કહ્યું જીગ્નેશ મેવાણીએ?