આ બેંક આપી રહી છે ખેડુતોને 50,000 રુપિયા, તમે પણ લઈ લો લાભ
HD ન્યુઝ ડેસ્કઃ ટુંક સમયમાં વરસાદની શરુઆત થશે, દેશના ખેડુતો જમીન પ્રમાણે યોગ્ય પાક લેવા માટે વાવણી કરશે. વાવણી માટે ખેડુતોને બિયારણ, દવા તેમજ અન્ય વાવણીને લગતા ખર્ચા કરવા પડશે . ખેડુતોને આના માટે લોન પણ લેતા હોય છે.
2 વર્ષનો બેંક રેકોર્ડઃ ખેડુતોની જરુરીયાતને સમજીને પંજાબ નેશનલ બેંકે કૃષિ તત્કાલ રુણ યોજના લાવી છે. આ યોજના હેઠળ ખેડુતોને 50,000 સુધીની લોન મળશે. આ માટે તમારે કોઈપણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી. બેંકે જણાવ્યું છે કે આ સુવિધા માટે ખેડૂતો પાસે ઓછામાં ઓછો 2 વર્ષનો બેંક રેકોર્ડ હોવો જરૂરી છે. આ સિવાય ખેડૂત અથવા ખેડૂત જૂથ પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોવું જરૂરી છે.
વિવિધ યોજનાઓઃ તમે સત્તાવાર લિંક bit.ly/3oazLfm પર ક્લિક કરી શકો છો. હાલમાં, સરકાર ખેડૂતોની આવક વધારવા માટે દેશભરમાં વિવિધ યોજનાઓ ચલાવી રહી છે, જેનો લાભ લઈને તમે ખેતીને પ્રોત્સાહન આપી શકો છો.
આ પણ વાંચોઃ વર્ષ 2016 બાદ ગુજરાતમાં દિપડાની વસ્તી ગણતરી શરૂ કરાઈ