અમદાવાદ વિમાન દુર્ઘટના પર પ્રધાનમંત્રીનો સંદેશ: કહ્યું મૃત્યુને શબ્દોમાં વર્ણવી શકાય નહીં’

નવી દિલ્હી, ૧૨ જૂન, ૨૦૨૫: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ પછી, તેઓ સિવિલ હોસ્પિટલ ગયા હતા અને ઘાયલોની હાલત પૂછી હતી. પ્રધાનમંત્રી હાલમાં એરપોર્ટ પર સમીક્ષા બેઠક કરી રહ્યા છે, જેમાં ઘણા મંત્રીઓ અને અધિકારીઓ હાજર છે. આ દુ:ખદ અકસ્માતમાં 265 લોકોના મૃત્યુ થયા હતા.
પીએમ મોદીએ બીજી પોસ્ટમાં લખ્યું, “આજે અમદાવાદમાં અકસ્માત સ્થળની મુલાકાત લીધી. વિનાશનું દ્રશ્ય દુઃખદ છે. ઘટના પછી અથાક મહેનત કરી રહેલા અધિકારીઓ અને ટીમોને મળ્યા. આ અકલ્પનીય દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમની સાથે અમારી સંવેદના છે.”
અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ મૂકી છે. પીએમએ લખ્યું છે કે, “અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાથી આપણે બધા આઘાતમાં છીએ. આટલા બધા લોકોના અચાનક અને હૃદયદ્રાવક નુકસાનનું શબ્દોમાં વર્ણન કરી શકાતું નથી. બધા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. અમે તેમનું દુઃખ સમજીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે તેઓ જે ખાલીપણું છોડી ગયા છે તે આવનારા ઘણા વર્ષો સુધી અનુભવાશે. ઓમ શાંતિ.
પ્રધાનમંત્રીએ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ કુમાર સાથે પણ વાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી અને વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર મુસાફર વિશ્વાસ કુમાર રમેશને મળ્યા. પ્રધાનમંત્રીએ તેમને અકસ્માત પહેલાના દ્રશ્ય વિશે પણ પૂછ્યું.












