ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મંત્રીમંડળના સંભવિત સભ્યો સાથે PMની બેઠકઃ જૂઓ વીડિયો

Text To Speech

નવી દિલ્હી, 9 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ત્રીજા કાર્યકાળ માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચોથી જૂને આવેલાં પરિણામ બાદ ગઈકાલે આઠ જૂને નવી સરકારની રચના માટે રાષ્ટ્રપતિ સમક્ષ દાવો રજૂ કર્યા બાદ, આજે રવિવારે નવી સરકારનો શપથવિધિ યોજાવાનો છે.

આ નવા મંત્રમંડળમાં જેમનો સમાવેશ થવાની સંભાવના છે એ તમામ નેતાઓને આજે વડાપ્રધાનના નિવાસસ્થાને બોલાવીને તેમની સાથે પીએમ મોદીએ વાત કરી હતી તેનો વીડિયો જારી થયો છે… જૂઓ અહીં –

મળતા અહેવાલ મુજબ, વડાપ્રધાને બોલાવેલી આ વિશેષ બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ મોદીએ તેમના નવા મંત્રીમંડળને શપધવિધિ બાદ તરત આવતીકાલથી આગામી 100 દિવસના એજન્ડા ઉપર કામ શરૂ કરી દેવાની સલાહ આપી છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદીએ ભાજપ સહિત એનડીએના નેતાઓને જણાવ્યું છે કે, જે 100 દિવસનો એજન્ડા નક્કી કરવામાં આવ્યો છે તેના ઉપર વાસ્તવિક અમલ કરીને તેનાં પરિણામ મેળવવા પડશે. નવા ચૂંટાયેલા તેમજ કેટલાક જૂના મંત્રીઓ સાથેની આ બેઠકમાં વડાપ્રધાને જણાવ્યું કે, 100 દિવસના એજન્ડા ઉપરાંત આગામી પાંચ વર્ષની કામગીરીનો રોડમેપ પણ તૈયાર રાખવામાં આવ્યો છે. એ રોડમેપ ઉપર સૌએ પૂરી પ્રતિબદ્ધતાથી કામગીરી શરૂ કરી દેવાની છે અને તો જ 2047માં વિકસિત ભારતના આપણા લક્ષ્યને પહોંચી શકાશે.

આ સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે…

Back to top button