છોકરી બનીને યુવક પહોંચ્યો ગર્લ્સ હોસ્ટેલ, પોલ ખુલતા મેથી પાક ચખાડ્યો, જૂઓ વીડિયો


- એક યુવક છોકરીનો વેશ ધારણ કરીને ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ્યો
- હોસ્ટેલના અધિકારીઓને જાણ થતાં યુવકને મેથી પાક ચખાડ્યો
HD ન્યૂઝ ડેસ્ક, 27 માર્ચ: આજકાલ કોલેજમાં ભણતા ઘણા વિદ્યાર્થીઓ ચેલેન્જ કે હિંમતના નામે અજીબોગરીબ હરકતો કરતા હોય છે. કોઈ ઉંચી ઈમારત પરથી કૂદી જવાનો પડકાર ફેંકે છે તો કોઈ ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસીને સુરક્ષિત બહાર નીકળવાની હિંમત કરવાનું નક્કી કરે છે. જો તમે પણ આવું જ કંઈક વિચારી રહ્યા છો તો તેના પહેલા આ સમાચાર વાંચી લો. ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશવા માટે એક છોકરાએ અલગ તરકીબ અપનાવીને હોસ્ટેલમાં પ્રવેશ કર્યો. પરંતુ તે ત્યાંના અધિકારીઓના હાથે ઝડપાઈ ગયો હતો. ત્યાર પછી જે બન્યું તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉના ટ્વિટર) પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે એક બિલ્ડિંગની અંદર ઘણા લોકો એકઠા થયા છે. ત્યારે એક મહિલા એક પુરુષને લાકડી વડે મારતી જોવા મળે છે. દરેક વ્યક્તિ તે વ્યક્તિ પર બૂમો પાડતા પણ જોવા મળે છે. થોડા સમય પછી, એક માણસ આવે છે અને તે જ લાકડીથી માણસને મારવાનું શરૂ કરે છે. આ દરમિયાન તે આ યુવકને કેટલાક પ્રશ્નો પણ પૂછે છે પરંતુ ઓડિયો સ્પષ્ટ ન હોવાને કારણે કંઈ સમજાતું નથી. 1 મિનિટ 43 સેકન્ડના વીડિયોમાં લોકો તે વ્યક્તિને મારતા જોવા મળે છે.
અહીં જૂઓ વાયરલ વીડિયો:
Kalesh b/w College officials and a guy over this guy disguised himself as a girl and sneaked inside the girls’ hostel and got caught
pic.twitter.com/MpMxqT8z0G— Ghar Ke Kalesh (@gharkekalesh) March 26, 2024
આ વીડિયો X (અગાઉ ટ્વિટર) પર @gharkekalesh નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે એકાઉન્ટ યુઝરે કેપ્શનમાં આ વીડિયો સાથે જોડાયેલી કેટલીક માહિતી આપી છે. કેપ્શનમાં લખ્યું છે કે, ‘એક વ્યક્તિ છોકરીના વેશમાં આવીને ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસ્યો અને પકડાઈ ગયો. આ અંગે છોકરા અને કોલેજના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. સમાચાર લખાય છે ત્યાં સુધી 4 લાખ 30 હજાર લોકો વીડિયો જોઈ ચૂક્યા છે.
આ પણ વાંચો: આ યુવકને મરવાની બીક જ નથી કે શું? બાઈક પર ખતરનાક સ્ટંટ કરતા છોકરાનો વીડિયો થયો વાયરલ