ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PMનું એડવાન્સ પ્લાનીંગ : નવી સરકારના પ્રથમ 100 દિવસ અને 5 વર્ષનો રોડમેપ કરવા મંત્રીઓને સૂચના

Text To Speech

નવી દિલ્હી, 17 માર્ચ 2024 : લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેબિનેટની બેઠક યોજી હતી. બેઠકની અધ્યક્ષતા કરતા પીએમ મોદીએ તેમના કેબિનેટ મંત્રીઓને નવી સરકાર માટે પ્રથમ 100 દિવસ અને આગામી 5 વર્ષ માટે રોડમેપ તૈયાર કરવા કહ્યું હતું.

મળતી માહિતી મુજબ, સવારે કેબિનેટની બેઠકમાં વડાપ્રધાને મંત્રીઓને તેમના સંબંધિત મંત્રાલયોના સચિવો અને અન્ય અધિકારીઓને મળવા અને ચર્ચા કરવા કહ્યું.  તેમણે કહ્યું કે નવી સરકારના પ્રથમ 100 દિવસ અને આગામી 5 વર્ષના એજન્ડાને કેવી રીતે વધુ સારી રીતે લાગુ કરી શકાય તે માટે રોડમેપ તૈયાર કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, કેબિનેટે ચૂંટણી પંચની ભલામણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલીને 7 તબક્કાની સંસદીય ચૂંટણીની તારીખો જાહેર કરવાની પ્રક્રિયા પણ હાથ ધરી હતી. આ બેઠક ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024ના કાર્યક્રમની જાહેરાત કર્યાના એક દિવસ બાદ થઈ હતી.

મહત્વનું છે કે, આગામી 19 એપ્રિલે 102 સીટો પર પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રથમ નોટિફિકેશન 20 માર્ચે જારી કરવામાં આવશે. ચોક્કસ તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયા નોટિફિકેશનના પ્રકાશન સાથે શરૂ થાય છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ, 3 માર્ચના રોજ, વડા પ્રધાન મોદી અને તેમના મંત્રી પરિષદે “વિકસિત ભારત: 2047” ના વિઝન દસ્તાવેજ અને આગામી પાંચ વર્ષ માટે વિગતવાર કાર્ય યોજના પર વિચારમંથન કર્યું હતું. કાઉન્સિલની દિવસભર ચાલેલી બેઠક દરમિયાન, જૂનમાં નવી સરકારની રચના પછી તાત્કાલિક પગલાં લેવાના ભાગરૂપે 100 દિવસના કાર્યસૂચિ પર ચર્ચા કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વિકસિત ભારતનો આ રોડમેપ 2 વર્ષથી વધુ સમયની સઘન તૈયારીનું પરિણામ છે અને તેમાં તમામ મંત્રાલયો અને રાજ્ય સરકારો, શિક્ષણવિદો, ઉદ્યોગ સંસ્થાઓ સાથે વ્યાપક પરામર્શનો સમાવેશ થાય છે.  એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘વિવિધ સ્તરે 2,700 થી વધુ મીટિંગ્સ, વર્કશોપ અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને 20 લાખથી વધુ યુવાનોના સૂચનો પ્રાપ્ત થયા હતા.

Back to top button