ગુજરાતમાં PMJAYના બાકી નાણાં મુદ્દે બેઠક નિષ્ફળ, ખાનગી હોસ્પિટલોએ સારવાર બંધ રાખવાનું એલાન આપ્યું
- સારવાર બંધના નિર્ણય માટે હોસ્પિટલોની સંખ્યા 400 આસપાસ થઈ
- બજાજ ઈન્સ્યોરન્સના અધિકારીઓ તેમજ ખાનગી હોસ્પિટલ એસો.ના સભ્યો વચ્ચે બેઠક
- છેલ્લે બેઠક મળી તેમાં અધિકારીઓ એવું કહે છે કે, 120 કરોડ જેટલું પેમેન્ટ બાકી
ગુજરાતમાં PMJAYના બાકી નાણાં મુદ્દે બેઠક નિષ્ફળ ગઇ છે. જેમાં ખાનગી હોસ્પિટલોએ સારવાર બંધ રાખવાનું એલાન આપ્યું છે. જેમાં ખાનગી હોસ્પિટલોમાં તા.26થી 29 PM-JAYમાં સારવાર બંધ રહેશે. બંધમાં જોડાવા માટે 400 જેટલી હોસ્પિટલોએ સંમતિ આપી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં જાણો હજુ કેટલા દિવસ રહેશે ઠંડીનો ચમકારો
હવે આ હોસ્પિટલોની સંખ્યા 400 આસપાસ થઈ છે
ઈ-મેઈલ હોસ્પિટલને મળ્યો નથી અને પેમેન્ટ પણ માત્ર 5થી 10 ટકા જ અપાયું છે. નાણાં ચુકવણીમાં ભારે વિલંબને કારણે ગુજરાતની ખાનગી હોસ્પિટલોએ 26થી 29 ફેબ્રુઆરી સુધી પીએમજેએવાયમાં સારવાર બંધ રાખવાનું એલાન આપ્યું હતું. આ નિર્ણય બાદ સરકારે બંધનું એલાન આપનાર પીએમજેએવાય એમ્પેનલ એસોસિયેશનના તબીબોને ચર્ચા માટે ગાંધીનગર બોલાવ્યા હતા, ચર્ચાને અંતે પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે તેની બાંયધરી મળી નહોતી, એકંદરે મંત્રણા નિષ્ફળ રહેતાં 26થી 29મી ફેબ્રુઆરી સુધી હોસ્પિટલો મા યોજનામાં સારવારથી અળગી રહેશે, એસોસિયેશનને 300 હોસ્પિટલોએ બંધમાં જોડાવા માટે સંમતિ આપી હતી, હવે આ હોસ્પિટલોની સંખ્યા 400 આસપાસ થઈ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વીજળી વપરાશકારોની દરેક કેટેગરીમાં દેશમાં સૌથી વધુ વિદ્યુત શુલ્ક
બજાજ ઈન્સ્યોરન્સના અધિકારીઓ તેમજ ખાનગી હોસ્પિટલ એસો.ના સભ્યો વચ્ચે બેઠક યોજાઈ હતી
ગાંધીનગર ખાતે 21મી ફેબ્રુઆરીએ પ્રિન્સિપાલ હેલ્થ સેક્રેટરી, હેલ્થ કમિશનર અને પીએમજેએવાયના ગુજરાતના અધિકારી, બજાજ ઈન્સ્યોરન્સના અધિકારીઓ તેમજ ખાનગી હોસ્પિટલ એસો.ના સભ્યો વચ્ચે બેઠક યોજાઈ હતી, બેઠકમાં અધિકારીઓએ હોસ્પિટલના બાકી નાણાંની ચુકવણી અને અન્ય પ્રશ્નોના ઉકેલનો પ્રયાસ કરાઈ રહ્યાનો ઉલ્લેખ કર્યો હતો પણ નિરાકરણ ક્યારે આવશે એની બાંયધરી આપી નહોતી. તબીબોએ કહ્યું કે, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બીજી ફેબ્રુઆરીએ વાયદો કર્યો હતો કે, 300 કરોડ જેટલું જે પેમેન્ટ બાકી છે, દરેક હોસ્પિટલને ત્રણ દિવસમાં જ પેન્ડિંગ પેમેન્ટ માટેના પેશન્ટ વાઈઝ ડેટા ઈમેલ દ્વારા જાણ કરાશે અને આઠથી દસ દિવસમાં બધુ બાકી પેમેન્ટ આવી જશે, પણ તેના 20 દિવસ પછીયે કોઈ પણ ઈ-મેઈલ હોસ્પિટલને મળ્યો નથી અને પેમેન્ટ પણ માત્ર 5થી 10 ટકા જ અપાયું છે.
ગુજરાતમાં પીએમ-જેએવાય યોજનાનું બાળમરણ થાય તેવી સ્થિતિ છે
તબીબોનું કહેવું છે કે, છેલ્લે બેઠક મળી તેમાં અધિકારીઓ એવું કહે છે કે, 120 કરોડ જેટલું પેમેન્ટ બાકી છે, આમ બંને બેઠકમાં બાકી પેમેન્ટ વિશે વિરોધાભાસ છે. આ સિવાય ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ અને એસએચએ વચ્ચે પણ પેમેન્ટ બાબતે કોણે કેટલું પેમેન્ટ કરવાનું છે એની સહમતી હજુ સુધી થઈ નથી. આ સ્થિતિમાં સોમવારથી દર્દીઓને પીએમ-જેએવાયમાં સારવાર માટે માત્ર સરકારી હોસ્પિટલોમાં જ જવું પડશે. ગુજરાતમાં પીએમ-જેએવાય યોજનાનું બાળમરણ થાય તેવી સ્થિતિ છે.