ટોપ ન્યૂઝનેશનલ

PM મોદીએ મફત રાશન યોજના વધુ 3 મહિના લંબાવી, ગુજરાતના 3.48 કરોડ લોકોને લાભ

Text To Speech

નવરાત્રિ ચાલી રહી છે અને દિવાળી પહેલા કેન્દ્ર સરકારે લોકોને મોટી ભેટ આપી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ‘મફત રાશન યોજના’ને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. PM ગરીબ કલ્યાણ યોજના હેઠળ ‘મફત રાશન યોજના’ને વધુ 3 મહિના સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના લંબાવવાથી ગુજરાતના 3 કરોડ અને 48 લાખ લોકોને નિયમિત મળવાપાત્ર અનાજ ઉપરાંત વ્યક્તિ દિઠ 5 કિલો અનાજનો વિનામૂલ્યે લાભ મળશે.

PM MODI
PM MODI

122 લાખ મેટ્રિક ટન અનાજનું વિતરણ

આ યોજના અંતર્ગત દેશમાં 122 લાખ મેટ્રિક ટન અનાજનું વિતરણ કરવામાં આવશે અને 80 કરોડ લોકોને ફાયદો થશે. તેના પર કુલ 44,762 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, છેવાડાના માનવીની સુખાકારી માટે વિવિધ યોજનાઓ અને નિર્ણયો કરવામાં આવ્યા છે. હવે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી , રાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધુ ઉમેરો થશે.

Free Ration Scheme
Free Ration Scheme

યોજનાનો સાતમો તબક્કો જાહેર

આ યોજનાનો સાતમો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ઓકટોબરથી ડીસેમ્બર -2022 એમ વધુ ત્રણ માસ માટે ગુજરાત રાજ્યના “રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા-2013” હેઠળ સમાવિષ્ટ 71 લાખ રેશનકાર્ડધારક કુટુંબની 3 કરોડ 48 લાખ જનસંખ્યાને નિયમિત મળવાપાત્ર અનાજ ઉપરાંત વ્યક્તિ દિઠ 5 કિલો ઘઉં અને ચોખા વિનામૂલ્યે લાભ મળશે.

PM MODI
PM MODI

મહત્વનું છે કે, ભારત સરકાર દ્વારા કોવિડ-19ની મહામારીને નિયંત્રણમાં લેવા માટે લાગુ કરાયેલ અનિવાર્ય લોકડાઉન પરિસ્થિતિના લીધે કોઈ પણ ગરીબને ભૂખ્યું ન રહેવુ પડે અને જરૂરિયાતમંદોને ભોજન મળી રહે તે માટે એપ્રિલ 2020 માં મફત રાશન વિતરણ યોજના કોવિડ રાહત યોજના તરીકે શરૂ કરવામાં આવી હતી. માર્ચમાં, સરકારે PMGKAY યોજનાને બીજા છ મહિના માટે એટલે કે સપ્ટેમ્બર 2022 સુધી લંબાવી હતી. સરકારે માર્ચ સુધી આ યોજના પર લગભગ 2.60 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને સપ્ટેમ્બર 2022 સુધીમાં અન્ય 80,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ PMGKAY હેઠળનો કુલ ખર્ચ લગભગ 3.40 લાખ કરોડ રૂપિયા સુધી લઈ જશે. આ યોજનામાં લગભગ 80 કરોડ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. આ યોજના 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી હતી. આ યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને પ્રતિ વ્યક્તિ 5 કિલો અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે.

Back to top button