ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વડાપ્રધાન છત્તીસગઢના ડોંગરગઢ ખાતે જૈન મૂનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજને મળ્યા

  • વડાપ્રધાન મોદી છત્તીસગઢના રાજનાંદગાંવના લોકપ્રિય તીર્થસ્થળ ડોંગરગઢ પહોંચ્યા
  • ચંદ્રગિરીમાં PM મોદીએ જૈન મંદિરમાં પૂજા કરી અને સંત વિદ્યાસાગર મહારાજને મળ્યા
  • ડોંગરગઢમાં એક ટેકરીની તળેટીમાં સ્થિત મા બમલેશ્વરી મંદિરમાં પણ કરી પ્રાર્થના

છત્તીસગઢ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લામાં આવેલા લોકપ્રિય તીર્થસ્થળ ડોંગરગઢની મુલાકાત લીધી હતી. જ્યાં ચંદ્રગિરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૈન દ્રષ્ટા આચાર્ય વિદ્યાસાગર મહારાજને મળ્યા હતા. PMએ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યના ડોંગરગઢમાં એક ટેકરીની તળેટીસ્થિત મા બમલેશ્વરી મંદિરમાં પણ પ્રાર્થના કરી હતી. મોદીની સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ પણ હતા. રવિવારે સવારે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રના ગોંદિયા એરપોર્ટ પર પહોંચ્યા અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા મુસાફરી કરીને છત્તીસગઢ ગયા હતા.

 

વિદ્યાસાગર મહારાજના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી રહ્યો છું : PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X(ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “છત્તીસગઢના ડોંગરગઢમાં ચંદ્રગિરી જૈન મંદિરમાં આચાર્ય વિદ્યાસાગર મહારાજના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી રહ્યો છું.” જ્યારે રાજ્ય ભાજપ દ્વારા X(ટ્વિટર) પર એક પોસ્ટ મૂકીને જણાવવામાં આવ્યું હતું કે, “PM નરેન્દ્ર મોદીએ મા બમલેશ્વરી મંદિરમાં પ્રાર્થના કરી અને દેશની સમૃદ્ધિ અને સુખની કામના કરી.”

 

 

વિધાનસભા માટે તા.7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં થશે મતદાન

90 સભ્યોની છત્તીસગઢ વિધાનસભાનું તારીખ 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. ડોંગરગઢ વિધાનસભા મતવિસ્તારએ 20 બેઠકોમાંથી એક છે જ્યાં 7 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે. જેથી વડાપ્રધાન મોદીએ છત્તીસગઢની મુલાકાત કરી હતી.

આ પણ જાણો :છત્તીસગઢ ચૂંટણી: સિલિન્ડર પર સબસિડી, મફત વીજળી, પ્રિયંકા ગાંધીની 8 મોટી જાહેરાતો

Back to top button