PM તમામ રાજ્યોમાં રાજ્યપાલો દ્વારા સરકાર ચલાવશે: દિલ્હી CM
2024ની લોકસભા ચૂંટણી પહેલા PM નરેન્દ્ર મોદી અને બીજેપી વિરુદ્ધ સામાન્ય રીતે વિપક્ષી પાર્ટીઓ એક થઈ રહી છે અને ભાજપને હરાવવા માટેના તમામ પ્રયાસો કરી રહી છે. આ જ મુદ્દે 23મી જૂને બિહારના પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠક યોજાવાની છે. આ બેઠક પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે (21 જૂન) વિપક્ષી નેતાઓને પત્ર લખ્યો છે.
“કેન્દ્ર સરકાર વટહુકમ લાવીને રાજ્ય સરકારોના અધિકારો છીનવી લેશે.”
વિરોધ પક્ષોની આ બેઠકમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યુ કે આ બેઠકમાં પ્રથમ સંસદમાં દિલ્હીની વર્તમાન સરકારના (વટહુકમ)ને હરાવવાની રણનીતિ પર ચર્ચા કરવી જોઈએ. કેજરીવાલે આ પત્રમાં દાવો કર્યો છે કે જો ભાજપનો દિલ્હી વટહુકમનો ઉપયોગ સફળ થશે તો કેન્દ્ર સરકાર બિન-ભાજપ શાસિત રાજ્યોમાં પણ આવા વટહુકમ લાવીને રાજ્ય સરકારોના અધિકારો છીનવી લેશે.
વટહુકમ માત્ર દિલ્હી પૂરતો મર્યાદિત રહેશે નહીં: દિલ્હી CM
વિપક્ષી નેતાઓને લખેલા પત્રમાં અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે તેમણે દિલ્હી અધ્યાદેશ(વટહુકમ) પર ઘણો અભ્યાસ કર્યો છે. કેજરીવાલના કહેવા પ્રમાણે, એ વિચારવું ખોટું હશે કે આવો વટહુકમ માત્ર દિલ્હી માટે જ લાવી શકાય. દિલ્હીના સીએમનું માનવું છે કે કેન્દ્ર સરકાર સમવર્તી સૂચિમાં આવતા વિષયો અંગે સમાન વટહુકમ લાવીને કોઈપણ સંપૂર્ણ રાજ્યના અધિકારો છીનવી શકે છે.
દિલ્હી માત્ર એક પ્રયોગ છે: કેજરીવાલ
દિલ્હીના સીએમએ દાવો કર્યો કે, “કેન્દ્ર સરકારે દિલ્હી પર વટહુકમની મદદથી એક પ્રયોગ કર્યો છે. જો તે આમાં સફળ થશે, તો તમામ બિન-ભાજપ રાજ્યો માટે સમવર્તી સૂચિ હેઠળ આવતા વિષયો પર વટહુકમ બહાર પાડીને એક પછી એક રાજ્યોના અધિકારો છીનવી લેવામાં આવશે. એટલા માટે તમામ પક્ષોએ સાથે મળીને તેને કોઈપણ સંજોગોમાં સંસદમાં પસાર થવા દેવો જોઈએ નહીં.
લોકશાહી ખતમ થશે: આમ આદમી પાર્ટી
કેજરીવાલે પત્રમાં દાવો કર્યો છે કે દિલ્હી પર કેન્દ્ર સરકારનો અધ્યાદેશ(વટહુકમ) લાગુ થયા બાદ રાજ્યમાં લોકશાહી ખતમ થઈ જશે. આ પછી દિલ્હીના લોકો જે પણ સરકારને ચૂંટશે તેની પાસે કોઈ સત્તા રહેશે નહીં. કેન્દ્ર સરકાર રાજ્યપાલ દ્વારા દિલ્હીની સરકાર ચલાવશે. ભલે ગમે તે પક્ષની સરકાર ચૂંટાયેલી હોય. દિલ્હી બાદ અન્ય રાજ્યોમાં પણ આવું જ થશે. એ દિવસ દૂર નથી જ્યારે પીએમ તમામ રાજ્ય સરકારો રાજ્યપાલો દ્વારા ચલાવશે.
આ પણ વાંચો: આજે 9મો આંતરાષ્ટ્રીય યોગ દિવસ, PM કરશે અમેરીકામાં યોગા